GTUની 400થી વધુ કોલેજમાં ઇન્સ્પેક્શન:લેબ, ફેકલ્ટી, પ્રિન્સિપાલ નહિ હોવાથી LJ સહિત 38 કોલેજે 4775 સીટ ગુમાવવી પડી, 9 કોલેજ એડમિશન નહિ આપી શકે

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટી - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત યુનિવર્સિટી - ફાઇલ તસવીર
  • કેટલીક કોલેજોમાં 3 વર્ષથી ડિરેક્ટર કે પ્રિન્સિપાલ જ નથી

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ)ના એકેડેમિક ઇન્સ્પેક્શનમાં અપૂરતો શૈક્ષણિક સ્ટાફ, પ્રિન્સિપાલની અછત, લેબોરેટરી જેવી સુવિધાઓ ન હોવાને કારણે ન્યૂ એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, સાલ એન્જિનિયરિંગ કોલેજ, કલોલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, જે. એમ. સાબવા એન્જિનિયરિંગ કોલેજ સહિતની 38 કોલેજોની 4775 બેઠકો ઘટાડી દેવાઈ છે. જ્યારે 4 ડિપ્લોમા અને 5 ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજને નો એડમિશન ઝોનમાં મૂકવામાં આવી છે.

ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, ફાર્મસી, એમબીએ, એમસીએની 400થી વધુ કોલેજો પાસેથી ફેકલ્ટીઝ રેશિયો, પ્રિન્સિપાલ સહિતના સ્ટાફની સ્થિતિ જેવી વિગતો આવરી લેતો ઓનલાઇન સેલ્ફ ડિસ્ક્લોઝર રિપોર્ટ મગાવાયો હતો, જેની ચકાસણી કર્યા પછી 280 કોલેજમાં ઇન્સ્પેક્શન કરાયું હતું. તેમાંથી 38 કોલેજમાં ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)ની ગાઇડલાઇન પ્રમાણે ફેકલ્ટીઝની અછત, લેબોરેટરીઝની સવલતનો અભાવ તથા કેટલીક કોલેજોમાં ત્રણ વર્ષથી ડિરેક્ટર કે પ્રિન્સિપાલની જગ્યા ખાલી હોવાનું બહાર આવ્યું હતું, જેને કારણે આ કોલેજો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

કઈ બ્રાન્ચમાં કેટલી સીટ ઘટી

બ્રાન્ચકોલેજસીટ
ડિગ્રી એન્જિનિયરિંગ151295
ડિપ્લોમા એન્જિનિયરિંગ183,300
ફાર્મસી160
એમબીએ360
એમસીએ160

આ કોલેજો સામે કાર્યવાહી

  • ન્યૂ એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી
  • સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ
  • કલોલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર
  • જેએમ સાબવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી
  • સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિરિંગ
  • ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ
  • વડોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ

નો એડમિશન ઝોનમાં આ કોલેજનો સમાવેશ

  • કામેશ્વરી દેવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જામનગર
  • શ્રી એન. એમ. ગોપાલી પોલિટેક્નિક ઇન્સ્ટિટ્યૂટ
  • શ્રી ધન્વંતરિ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી
  • લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ડિપ્લોમા
  • દધીચિ ડિપ્લોમા પોલિટેક્નિક કોલેજ
  • એન. આર. વેકરિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી
  • ગ્રો મોર ફાઉન્ડેશન ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન્સ
  • વેદવ્યાસ પોલિટેકનિક
  • બાલાજી ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી
અન્ય સમાચારો પણ છે...