• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 376 Crore Heroin Was Ordered By A West Bengal Company; Inquiries Were Started From The Sender Of The Quantity Of Cloth To The Clearing Agents

મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કૌભાંડ:376 કરોડનું હેરોઇન પશ્ચિમ બંગાળની કંપનીએ મગાવ્યું હતું; કાપડનો જથ્થો મોકલનારાથી માંડી ક્લીયરિંગ એજન્ટો સુધીના લોકોની પૂછપરછ શરૂ કરાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પંજાબ પોલીસની બાતમીના આધારે એટીએસની ટીમે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં પકડાયેલા 376 કરોડથી વધુ રકમના પ્યોરેટીનો હેરોઈનના જથ્થા સંદર્ભે હજુ સુધી એક પણ વ્યકિતની ધરપકડ કરવામાં આવી નથી, ત્યારે એટીએસની ટીમે આ દિશામાં ઝીણવટભરી તપાસ આદરી છે, જેમાં કાપડનો જથ્થો મોકલનારાથી માંડી ક્લીયરિંગ એજન્ટ સુધીના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી બાજુ પંજાબ પોલીસની મદદથી એટીએસની એક ટીમે પંજાબમાં આ માદક પદાર્થ કોણે મગાવ્યો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

દોઢ મહિનાથી મુંદ્રાખાતે ઓલ કાર્ગો સીએફએસ (કન્ટેઈનર ફ્રેઈટ સ્ટેશન) ખાતે પડી રહેલા 75,300 કિલો હેરોઈનનો જથ્થો ઝડપાયા બાદ પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, આ હેરોઈનનો જથ્થો યુએઈના અજમાન ફ્રી ઝોનમાં આવેલા ગ્રીન ફોરેસ્ટ જનરલ ટ્રેડિંગ દ્વારા પંજાબ મોકલવાનો હતો.

આ કન્ટેઈનરના ક્લીયરિંગ એજન્ટ પશ્ચિમ બંગાળની એક કંપની છે જેની મારફતે આ કાપડ મંગાવાયું હતું, જેની એક શાખા ગાંધીધામમાં આવેલી છે, જેના સંચાલકો તેમજ કર્મચારીઓની એટીએસની ટીમે પૂછપરછ હાથ ધરી છે.

બીજી બાજુ આ સમગ્ર ઘટનામાં મહત્ત્વની બાબત એ હતી કે પંજાબ પોલીસને તેમના સોર્સીસ દ્વારા બાતમી મળી હતી કે પંજાબ મોકલનારું કન્ટેઈનર મુન્દ્રામાં પડ્યંુ છે જેની જાણ એટીએસને કરતા સંયુકત ઓપરેશનમાં આ હેરોઈન પકડાયું છે. 48 કલાક બાદ પણ હજુ સુધી કોઈની ધરપકડ કરાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...