અમદાવાદને મળનારી વર્લ્ડ બેંકની લોનથી વાસણા ખાતે અંદાજે 500થી 600 કરોડના ખર્ચે રોજ 37.5 કરોડ લિટર (375 એમએલડી) પાણી શુદ્ધ કરતો નવો એસટીપી નખાશે. અત્યારે સમગ્ર પશ્ચિમ વિસ્તારનું સુએજ માંડ 230 એમએલડી (મિલિયન લિટર પર ડે) ટ્રીટ થાય છે. કેટલાક તજજ્ઞોનો આક્ષેપ છે કે બાકીનું અનટ્રીટેડ પાણી સાબરમતીમાં છોડવામાં આવે છે.
વાસણા ખાતે હાલ 125 એમએલડીનો એક ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તેમજ 48 અને 56 એમએલડીના બીજા બે ટ્રીટમેન્ટ પ્લાન્ટ મળી કુલ 230 એમએલડી પાણીનો જથ્થો ટ્રીટ થાય છે. પશ્ચિમ અમદાવાદની સુએઝને ધ્યાને લેતાં તેમજ આગામી દિવસોમાં વસ્તીના વધારા સહિતની બાબતોને ધ્યાને લેતા અમદાવાદમાં વધુ એક 375 એમએલડીની ક્ષમતાનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે. તે બાબતે તાજેતરમાં જ તજજ્ઞો તથા સ્થાનિક રહીશો સાથે એક પરિસંવાદ મ્યુનિ. દ્વારા યોજાયો હતો.
અનેક ઉદ્યોગો દૂષિત પાણી સાબરમતીમાં છોડે છે
નરોડા જીઆઇડીસી 30 લાખ લિટર, ઓઢવ જીઆઇડીસી 15 લાખ લિટર, વટવા જીઆઇડીસીમાં 200 લાખ લિટર પાણી અને નરોડા જીઆઇડીસીમાં 1200 લાખ લિટર પાણીનું ટ્રીટમેન્ટ થાય છે. લાખો લિટર પાણી મ્યુનિ.ની ગટરોમાં વહાવી દેવામાં આવે છે. જે ટ્રીટ થયા વગર નદીમાં ઠલવાતું હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.