ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાષ્ટ્રીય રમતોત્સવ:દેશભરના 3734 ખેલાડી આવશે, 47 હોટલના 2999 રૂમ બુક, અમદાવાદને નવો લુક અપાશે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: મૃગાંક પટેલ
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • નેશનલ ગેમ્સ હવે 27ના બદલે 29 સપ્ટેમ્બરથી, આજે અમિત શાહ મેસ્કૉટ અને એન્થેમ લૉન્ચ કરશે
 • ઓપનિંગ સેરેમની અમદાવાદમાં અને ક્લોઝિંગ સેરેમની સુરતમાં, અમદાવાદમાં 7 સ્થળે 114 મેડલ માટે 16 કોમ્પિટિશન યોજાશે
 • ટ્રાન્સપોર્ટેશન માટે ઇલેક્ટ્રિક બસો વપરાશે, ગેમ્સનું સફળ આયોજન ઓલિમ્પિકની અમદાવાદની દાવેદારી મજબૂત કરશે

ગુજરાતનાં 6 શહેરો અને દિલ્હીમાં સાત વર્ષ પછી 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી નેશનલ ગેમ્સનું આયોજન કરાયું છે. આ ગેમ્સ અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડિયા, રિવરફ્રન્ટ સહિતના સાત સ્થળોએ યોજાશે. જે માટે 47 હોટલના 2999 રૂમ બુક કરી દેવાની તૈયારી કરાઈ છે. વિવિધ ગેમ્સના કુલ 3734 ખેલાડીઓ અને તેની સાથે કોચ સહિતના ટેક્નિકલ સ્ટાફ મળી 1692 લોકો માટે રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદમાં 7 સ્થળોએ 114 મેડલ માટે 16 રમતોની સ્પર્ધા થશે. આ દિવસો દરમિયાન અમદાવાદ શહેરમાં અને જે સ્થળોએ ગેમ્સ રમાવાની છે ત્યાં બ્યુટિફિકેશન સહિતની કામગીરી કરાશે. ખેલાડીઓ અને તેની સાથેના લોકોને હોટલથી ગેમ્સના સ્થળ સુધી લાવવા લઈ જવા માટે ફરજિયાત પણે ઈલેક્ટ્રિક ગેમ્સની ઓપનિંગ સેરેમની અમદાવાદમાં જ્યારે ક્લોઝિંગ સેરેમની સુરતમાં યોજાશે. સપ્ટેમ્બરમાં યોજાનારી 36માં નેશનલ ગેમ્સ અમદાવાદ સહિત ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર સાથે દિલ્હીમાં યોજાશે. ભારતીય ઓલિમ્પિક સંઘ(IOA)ની 35મી નેશનલ ગેમ્સ વર્ષ 2015માં કેરળમાં યોજાઈ હતી.

જે પછી કોરોના સહિતના કારણો સર નેશનલ ગેમ્સનું આયોજન થઈ શક્યું નહોતું, અત્યાર સુધીમાં એક માત્ર કેરળ (1987 અને 2015)ને જ નેશનલ ગેમ્સ માટે બે વખત યજમાની મળી છે અને સૌથી વધુ સાત શહેરોમાં ગેમ્સ યોજાઈ હોવાનો રેકોર્ડ પણ કેરળના નામે છે. રસપ્રદ વાતએ છે કે માત્ર નવી દિલ્હી 1985, મણિપુર (ઈમ્ફાલ-1999), આસામ-ગુવાહાટી(2007)એ માત્ર એક જ જગ્યાએ આયોજન થયું હતું.

આ ઉપરાંત અન્ય યજમાનીમાં એકથી વધુ સ્થળ પર ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 35માં નેશનલ ગેમ્સની યજમાની કરતા કેરળે અત્યાર સુધીમાં સૌથી વધુ સાત શહેરોમાં(ત્રિવેન્દ્રમ, કોચી, કન્નૂર, એરનાકૂલમ, એલેપી, થ્રીસૂર અને કોલ્લમ) ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ગુજરાત છ શહેરોમાં યજમાની કરશે. જેમાં પહેલી મેચ 29 સપ્ટેમ્બરે કબડ્ડીની યોજાશે.

બસનો ઉપયોગ કરવામાં આવશે. નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની અમદાવાદમાં જ્યારે ક્લોઝિંગ સેરેમની સુરતમાં યોજાશે.
સપ્ટેમ્બરમાં યોજાનારી 36માં નેશનલ ગેમ્સ અમદાવાદ સહિત ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર સાથે દિલ્હીમાં યોજાશે. ભારતીય ઓલિમ્પિક સંઘ(IOA)ની 35મી નેશનલ ગેમ્સ વર્ષ 2015માં કેરળમાં યોજાઈ હતી. જે પછી કોરોના સહિતના કારણો સર નેશનલ ગેમ્સનું આયોજન થઈ શક્યું નહોતું, અત્યાર સુધીમાં એક માત્ર કેરળ (1987 અને 2015)ને જ નેશનલ ગેમ્સ માટે બે વખત યજમાની મળી છે અને સૌથી વધુ સાત શહેરોમાં ગેમ્સ યોજાઈ હોવાનો રેકોર્ડ પણ કેરળના નામે છે. રસપ્રદ વાતએ છે કે માત્ર નવી દિલ્હી 1985, મણિપુર (ઈમ્ફાલ-1999), આસામ-ગુવાહાટી(2007)એ માત્ર એક જ જગ્યાએ આયોજન થયું હતું. આ ઉપરાંત અન્ય યજમાનીમાં એકથી વધુ સ્થળ પર ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 35માં નેશનલ ગેમ્સની યજમાની કરતા કેરળે અત્યાર સુધીમાં સૌથી વધુ સાત શહેરોમાં(ત્રિવેન્દ્રમ, કોચી, કન્નૂર, એરનાકૂલમ, એલેપી, થ્રીસૂર અને કોલ્લમ) ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ગુજરાત છ શહેરોમાં યજમાની કરશે. જેમાં પહેલી મેચ 29 સપ્ટેમ્બરે કબડ્ડીની યોજાશે.

અમદાવાદ-ગાંધીનગરમાં 36માંથી 26 રમતો યોજવાની જવાબદારી
અમદાવાદ-ગાંધીનગરમાં કુલ 36માંથી 26 રમતો યોજાશે. અમદાવાદમાં 7 સ્થળો પર 16 સ્પોર્ટસ અને ગાંધીનગરમાં 3 સ્થળો પર સ્પોર્ટસની કોમ્પિટિશનનું આયોજન થવા જઈ રહ્યું છે. રાજકોટ 2 સ્પોર્ટસ (3 સ્થળ), ભાવનગર 4 સ્પોર્ટસ (2 સ્થળ), વડોદાર 2 સ્પોર્ટસ (1 સ્થળ), સુરત 3 સ્પોર્ટસ (2 સ્થળ) અને એક સ્પોર્ટસની કોમ્પિટિશન દિલ્હીમાં થશે.

શરૂઆત અને નામકરણ પાછળનું રસપ્રદ કારણ
વર્ષ 1924માં પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય ખેલાડીઓની પસંદગી કરવા દિલ્હીમાં રમત સ્પર્ધા યોજવામાં આવી હતી. ફેબ્રુઆરી 1924માં થયેલા આ આયોજનથી જ નેશનલ ગેમ્સ કોમ્પિટિશનની શરૂઆત થઈ. 1940માં મુંબઈમાં 9મા રમતોત્સવ વખતે ‘નેશનલ ગેમ્સ’ નામકરણ થયું હતું.

રમત આયોજનમાં અમદાવાદ બ્રાન્ડ એમ્બેસેડર બની શકે
નેશનલ ગેમ્સના આયોજનથી અમદાવાદ રાષ્ટ્રીય ફલક પર એક આગવું નામ ઊભું કરી શકશે. નેશનલ ગેમ્સ ઓલિમ્પિકની સરખામણીએ ત્રીજા ભાગ જેટલી હોવાથી અમદાવાદમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. અમદાવાદમાં પહેલીવાર એકસાથે 47 હોટેલના 3 હજાર રૂમ બુક થવાથી હોટેલ ઉદ્યોગને બુસ્ટ મળશે તેમજ દેશભરમાંથી લોકો રમતો જોવા આવશે એટલે ટુરિઝમને પણ વેગ મળશે. લગભગ તમામ રાજ્યમાંથી અંદાજે 7500 એથ્લિટ્સ અને એડમિનિસ્ટ્રેટર પણ આવવાના હોવાથી રમતોના આયોજનના માધ્યમથી તેઓ અમદાવાદના બ્રાન્ડ એમ્બેસેડર બની શકે છે.

1600થી વધુ મહેમાનોના રોકાણની આ રીતે વ્યવસ્થા

વેન્યૂખેલાડીકોચ સહિતના ડિગ્નિટિઝહોટલરૂમ
સંસ્કાર ધામ718324111230
ટ્રાન્સસ્ટેડિયા7363305272

શાહીબાગ પોલીસ સ્ટેડિયમ

160199293
રિવરફ્રન્ટ163442318771
રાઈફલ ક્લબ1171226257
ક્રાઉન શૂટિંગ1171223184
કેન્સવિલે2521722192
કુલ37341692472999

અમદાવાદમાં 114 મેડલ માટે 7 વેન્યૂ પર 16 ગેમ્સ

સાબરમતી રિવરફ્રન્ટ

 • કેકિંગ એન્ડ કેનોઈંગ-6
 • રોવિંગ-14
 • રોલર સ્કેટિંગ-10
 • રોલર સ્કેટબોર્ડિંગ-4
 • ટેનિસ-7
 • સોફટ ટેનિસ-5

ટ્રાન્સસ્ટેડિયા

 • ફૂટબોલ-1
 • રગ્બી-2
 • યોગાસન-10
 • કબડ્ડી-2

કેન્સવિલે

 • ગોલ્ફ-4
 • લૉન બોલ-8

સંસ્કારધામ

 • આર્ચરી-14
 • ખોખો-2
 • મલ્ખમ-9

શાહીબાગ પોલીસ સ્ટેડિયમ

 • ફૂટલોબ-1

રાઈફલ કબલ

 • શૂટિંગ-10

ક્રાઉન શૂટીંગ & સ્પોર્ટસ અકાદમી

 • શોર્ટગનશૂટિંગ-5

તમામ ખેલાડીઓને લાવવા લઈ જવા માટે ઈલેક્ટ્રિક બસનો ઉપયોગ થશે

શહેરબસ
અમદાવાદ200
ગાંધીનગર5
જીએસઆરટીસી20
સુરત45
રાજકોટ21
અન્ય સમાચારો પણ છે...