રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. જો કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 372 કેસ નોંધાયા છે. જેની સામે 388 દર્દીઓ સાજા થયા છે અને હાલ નવ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.
રાજ્યમાં કોરોનાના કુલ 2294 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2294 એક્ટિવ કેસ છે. જેમાંથી 09 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2285 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,69,225 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11055 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 128 કેસ
કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 128 કેસ નોંધાયા છે. 218 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ અમરેલીમાં નવા 8 કેસ નોંધાયા છે. જ્યારે આણંદમાં 7 કેસ સામે આવ્યા છે. બનાસકાંઠા અને ભરૂચમાં નવા 14-14 કેસ સામે આવ્યા છે. ભાવનગરમાં 6 કેસ નોંધાયા છે. બોટાદમાં 1 કેસ નોંધાયો છે. ગાંધીનગરમાં 8 કેસ સામે આવ્યા છે. જામનગરમાં 5 કેસ નોંધાયા છે. ખેડામાં 2 કેસ, કચ્છમાં 8 કેસ, મહેસાણામાં 27 કેસ, મોરબીમાં 29 કસે, નર્મદામાં 1 કેસ, નવસારીમાં 1 કેસ, પંચમહાલમાં 1 કેસ, પાટણમાં 5 કસે, પોરબંદરમાં 2 કસે, રાજકોટમાં 19 કસે, સાબરકાંઠામાં 6 કસે, સુરતમાં 35 કસે, સુરેન્દ્રનગરમાં 6 કસે, વડોદરામાં 34 કસે અને વલસાડમાં 5 કેસ નોંધાયો છે.
રાજ્યમાં એક મહિનામાં કોરોનાથી નવનાં મોત
કોરોનાથી રાજ્યમાં દર્દીના મોતની વાત કરીએ તો, રાજ્યમાં 10 માર્ચના સુરતમાં એક દર્દીના મોત થયું હતું. ત્યારબાદ 21 માર્ચે ભરૂચના ઝઘડિયામાં 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારબાદ 22 માર્ચે મહેસાણામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. જેના બીજા દિવસે એટલે કે 23 માર્ચે અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત થયું હતું. ત્યાર પછી 25 માર્ચે રાજ્યમાં કોરોનાથી બે દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદમાં 72 વર્ષયી વૃદ્ધનું મોત નિપજ્યું હતું. જ્યારે કચ્છમાં 9 માસની બાળકીનું મોત થયું હતું. 26 માર્ચે વલસાડના નાનાપોંઢાની 60 વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. 30 માર્ચે કચ્છમાં એક દર્દીનું મોત થયું હતું. ત્યારબાદ 31 માર્ચે સુરતમાં એક દર્દીનું મોત થયું હતું.
વડોદરામાં વધુ 23 કેસ નોંધાયા, 1 દર્દી વેન્ટિલેટર પર
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં કોરોનાના આજે વધુ 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 101,140 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 544 થયો છે. આજે વધુ 12 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 100,460 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 136 થયો છે.
આ વિસ્તારમાં નવા કેસ નોંધાયા
વડોદરા શહેરના અટલાદરા, ગોરવા, તાંદલજા, સુભાનપુરા, અકોટા, દિવાળીપુરા, છાણી, નવાપુરા, તરસાલી, માંજલપુર, સુદામાપુરી અને સવાદ વિસ્તારમાં આજે કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે. કુલ 516 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 23 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એક્ટિવ 136 કેસ પૈકી 127 દર્દી હોમ આઇસોલેશનમાં છે અને 9 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. હાલ 1 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 8 દર્દી ઓક્સિજન પર છે. જ્યારે 84 લોકો હોમ ક્વોરન્ટીન છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.