તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જમીન વિકાસ નિગમના ક્લાસ-2 અધિકારી પાસે 3.71 કરોડ મળ્યા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2018માં અધિકારી સામે ગેરરીતિની ફરિયાદ દાખલ થઇ હતી

જમીન વિકાસ નિગમના ક્લાસ- 2 અધિકારી સામે એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે. જમીન વિકાસ નિગમ લિમિટેડની નાયબ નિયામક કચેરી અમરેલીના જમીન સંરક્ષણ અધિકારી રામેન્દ્રસિંહ જયસિંહ કુશવાહ પાસેથી રૂ. 3.71 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવતા એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે.

62 ટકા વધુ સંપત્તિ મળી,અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો
એસીબીએ જમીન વિકાસ નિગમેની વિવિધ યોજનાઓ ખેત તલાવડી, પાણીના ટાંકા બનાવવાની કામગીરીમાં ગેરરીતિ બાબતે નાયબ નિયામક જમીન સંરક્ષણની કચેરીના અધિકારી રામેન્દ્રસિંહ કુશવાહ સામે 2018માં પંચમહાલ ગુનો દાખલ કરાયો હતો. પ્રાથમિક તપાસમાં રામન્દ્રસિંહ કુશવાહ અને તેમના પરિવારના સભ્યોના મિલકત સંબંધી દસ્તાવેજી પુરાવા તથા બેંક ખાતાઓ સહિતના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં રામેન્દ્રસિંહ કુશવાહા પાસેથી કાયદેસરની આવક કરતા રૂ.3.71 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. એસીબીએ જણાવ્યું હતું કે, તેઓની કાયદેસરની આવક કરતા તેમની પાસેથી મળી આવેલી રકમ 62 ટકાથી વધુ છે, જેના પગલે તેમની સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

આવા અધિકારીની માહિતી આપવા અપીલ
એસીબી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, આ કેસ અંગે,અન્ય કોઈ સરકારી અધિકારી અથવા કર્મચારીની મિલકતો અપ્રમાણસર જણાય તો જાણ કરવી, જેમ કે ખેતીની જમીન,પ્લોટ, મકાન, ઓફિસ, દુકાન બેંક લોકર વગેરે હોય તો આ અંગેની સચોટ અને વિસ્તૃત માહિતી એસીબીની કચેરીના ટોલ ફ્રી નંબર 1064 અને ફોન નંબર 079 23866772 પર નાગરિકોને મોકલી આપવા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...