સરવે:અમદાવાદમાં વર્ષ 2020ની સરખામણીએ 2021માં મકાનોનાં વેચાણમાં 37 ટકાનો વધારો

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગયા વર્ષે 8911 મકાન વેચાયાં, 2020માં 6506 મકાનનું વેચાણ થયું હતું
  • ગોતા, ન્યૂ રાણીપ, ચાંદખેડા અને મોટેરામાં વધુ મકાન વેચાયાં

શહેરમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રે થયેલા સર્વે પ્રમાણે 2020માં 6506 મકાનો સામે 2021ના વર્ષમાં 37 ટકા વધુ એટલે કે, 8911 રહેણાંકના મકાનોનું વેચાણ થયું છે.

નાઇટ ફ્રેન્કના સર્વે મુજબ શહેરમાં નવા બની રહેલા મકાનોની સ્કીમમાં પણ વધારો જોવા મળ્યો છે. 2020ના ચોથા ત્રિમાસિકમાં 3294 તેની સામે 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં 4165 નવા મકાનોની સ્કીમો લોન્ચ થઇ છે. જે 26 ટકાનો વધારો દર્શાવે છે. 2021ના સમગ્ર વર્ષ દરમ્યાન 14648 યુનિટ લોન્ચ થયા છે. બીજી તરફ શહેરમાં મકાનોની કિંમતમાં કોઇ ખાસ વધારો જોવા મળ્યો નથી.

કયા વિસ્તારમાં કેટલાં મકાનો વેચાયાં
859 મકાનઃ
પાલડી, વાસણા, નવરંગપુરા, મણીનગર, દુધેશ્વર, આંબાવાડી
143 મકાનઃ નરોડા, વસ્ત્રાલ, નિકોલ, કઠવાડા રોડ, ઓઢવ
1776 મકાનઃ ગોતા, ન્યુ રાણીપ, ત્રાગડ, ચાંદખેડા, મોટેરા
517 મકાનઃ નારોલ, વટવા, વિંઝોલ, હાથીજણ
1407 મકાનઃ SG હાઇવે, પ્રહલાદનગર, બોપલ, સાયન્સ સિટી

કોમર્શિયલ વેચાણમાં 44 ટકાનો ઘટાડો
શહેરમાં કોમર્શીયલ એકમોના વેચાણમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 2020ની સરખામણીએ 44 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેના કારણે ઓફિસના ભાડામાં પણ ઘટાડો નોંધાયો છે.

વેચાયા વગરનાં મકાનોની સંખ્યા વધી
શહેરમાં તૈયાર થયા બાદ વેચાણ થયા વગરના મકાનોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. ગત 2020માં જે સંખ્યા 10494 હતી તે 2021માં વધીને 16231 થઇ છે. જે 55 ટકાનો વધારો દર્શાવે છે.

મોંઘાં મકાનોના વેચાણમાં ઘટાડો
શહેરમાં જ્યાં 50 લાખ સુધીની કિંમતના મકાનોનું વેચાણ 2020 અને 2021માં 69 ટકા જેટલું રહ્યું છે, જોકે 50 લાખ થી 1 કરોડ સુધીની કિંમતના મકાનોના વેચાણમાં 2020માં 22 ટકા હતું તેમાં એક ટકાનો વધારો નોંધાતાં તે 23 ટકા પર પહોચ્યું છે. બીજી તરફ 1 કરોડથી વધારેની કિંમતના રહેણાંકના મકાનોમાં જ્યાં 2020માં 9 ટકા જેટલો હિસ્સો હતો તે 2021માં 8 ટકા જેટલો રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...