પ્રવેશ પ્રક્રિયા:ડિપ્લોમા ઇજનેરીમાં બીજા વર્ષમાં પ્રવેશ માટે 3663 સીટ ફાળવવામાં આવી

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા ડિપ્લોમા ઇજનેરીના બીજા વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત આજે પ્રથમ રાઉન્ડના એડમિશન માટે 3663 સીટ ફાળવવામાં આવી હતી. 33057 સીટ પર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હજુ બીજો રાઉન્ડ પણ શરૂ કરવામાં આવશે.

33057 બેઠકોમાંથી 4990 બેઠકો માટે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 4696 વિદ્યાર્થીઓને મેરિટમાં સમાવવામાં આવ્યા હતા અને 3663 બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને બેઠક ફાળવવામાં આવી છે, તેમને 30 જુલાઈ સુધી ઓનલાઇન ફી ભરવાની રહેશે. 1 ઓગસ્ટે ખાલી પડેલી બેઠકો ભરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...