તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યે આગ કબ બુઝેગી?:​​​​​​​અમદાવાદની શ્રેય હોય કે રાજકોટની ઉદય શિવાનંદ, રાજ્યમાં 1 વર્ષમાં કોવિડ હોસ્પિટલોમાં આગ દુર્ઘટનામાં 34ના મોત, પણ આપણે કશું ન શીખ્યા

​​​​​​​અમદાવાદ14 દિવસ પહેલાલેખક: હિરેન પારેખ
  • કૉપી લિંક
  • ગઈકાલે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગ લાગતા 16 લોકોના મોત થાય
  • એક વર્ષમાં ભરૂચ, અમદાવાદ અને રાજકોટમાં આગમાં 31 દર્દી ભડથું થયા, સુરતમાં શિફ્ટ કરતી વખતે 5ના મોત

શુક્રવાર મોડી રાત્રે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં 12 દર્દી અને 2 સ્ટાફ કર્મી સહિત 18 લોકોના મૃત્યુ થયા હોવાના એહવાલ સાંપડ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન પુર જોશમાં હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મૃત્યુઆંક વધવાની પુરી સંભાવના વર્તાઈ રહી છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં રાજ્યના ભરૂચ, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગર સહિતનાં શહેરોમાં કોવિડ હોસ્પિટલમાં આગના બનાવ બન્યા છે. આ આગે નિર્દોષ દર્દીઓના ભોગ લીધા છે. ભરૂચ, અમદાવાદ અને રાજકોટમાં લાગેલી આગમાં 31 દર્દી ભડથું થયા જ્યારે સુરતની આયુષ હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓને તાત્કાલિક શિફ્ટ કર્યા હતા જેમા 5 દર્દીઓએ જીવ ગુજાવ્યા હતા.

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભયંકર આગ
ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભયંકર આગ

1 મે 2021: ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ: 16ના મોત
ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી હતી. તેવામાં મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં અચાનક આગ લાગતા 12 દર્દીઓ, 2 કર્મી અને સહિત 16 લોકો બળીને ભડથું થઇ ગયા હોવાના અહેવાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યાં છે. હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે.

સુરતની આયુષ હોસ્પિટલના આગ
સુરતની આયુષ હોસ્પિટલના આગ

25 એપ્રિલ 2021: સુરતની આયુષ હોસ્પિટલના આગ: શિફ્ટ કરતી વખતી 5 દર્દીના મોત
સુરતમાં લાલ દરવાજા ખાતે પરમ ડોક્ટર હાઉસના બંધિયાર બિલ્ડિંગમાં 5મા માળે આવેલી આયુષ હોસ્પિટલના આઇસીયુમાં ગત રવિવારે મધરાતે ઓવરલોડિંગના કારણે એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. આઇસીયુમાં ઓક્સિજન અને વેન્ટિલેટર પર સારવાર લઇ રહેલા 18 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. કરુણાંતિકા એ હતી કે ક્રિટિકલ દર્દીઓના વેન્ટિલેટર હટાવીને 5માં માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી લાવ્યા બાદ 9 જેટલી એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર, સંજીવની અને સીમ્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જેમા કુલ પાંચ દર્દીનાં મૃત્યુ થયા હતા અને એક દર્દી આયુષ હોસ્પિટલમાં જ મૃત્યુ પામ્યા હતા.

વડોદરાની વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગ
વડોદરાની વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગ

17 માર્ચ 2021: વડોદરાની વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગ, 23 દર્દી ભૂંજાતાં બચ્યાં
વડોદરાના માંડવી વિસ્તારમાં એમ.જી.રોડની સાંકડી ગલીમાં આવેલી ચાર માળની વિજય વલ્લભ હોસ્પિટલમાં આજે રાત્રે અચાનક જ આગ લાગતાં ભારે દહેશતનો માહોલ ફેલાઇ ગયો હતો. હોસ્પિટલમાં કોરોનાના પેશન્ટ ઉપરાંત અન્ય પેશન્ટ પણ દાખલ હોવાના કારણે આગ પ્રસરે તો મોટી જાનહાની સર્જાય તેવી સંભાવના જણાતા સ્થાનિક લોકો તેમજ રાહદારીઓએ પેશન્ટને બચાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા અને સાતથી આઠ પેશન્ટને અફરા તફરીના માહોલ વચ્ચે હોસ્પિટલમાંથી બહાર કાઢ્યાં હતા. આગના આ ઘટનામાં કોરોનાના 17 અને અન્ય છ પેશન્ટ મળીને કુલ 23 પેશન્ટનો આબાદ બચાવ થયો હતો.

6 ઓગસ્ટ 2020: અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 8 દર્દીનાં મોત થયાં હતાં
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટના રોજ આગ લાગી હતી. ચાર માળની શ્રેય હોસ્પિટલના ટોપ ફ્લોર પર ICUમાં મધરાતે 3:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત થયા હતા. અન્ય 41 જેટલા દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે દુર્ઘટનાનો ભોગ બનેલા 8 મૃતકોને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ ખસેડાયા હતા. જ્યાં તમામનું પોસ્ટમોર્ટમ થઈ ગયું છે. જેમાં તમામ મૃતકો 40થી 60 ટકા દાઝ્યાં હતા અને તેમના શ્વાસમાં કાર્બન મોનોક્સાઈડ જવાથી તેમના મોત થયાં હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ

26 નવેમ્બર 2020: રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ, પાંચ દર્દીના મોત
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા બીજા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે મધરાતે 12.20 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો. કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 5 દર્દી બળીને ભડથું થઈ ગયા હતા. એમ છતાં રાજકોટ શહેરના કલેક્ટર સહિત એકપણ ધારાસભ્ય ડોકાયા નહોતા.

જામનગરની જી.જી.હોસ્પિટલના મેડિકલ ICU વિભાગમાં આગ લાગી હતી
જામનગરની જી.જી.હોસ્પિટલના મેડિકલ ICU વિભાગમાં આગ લાગી હતી

25 ઓગસ્ટ 2020: જામનગરની GG હોસ્પિટલમાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી
25 ઓગસ્ટે જામનગરની જી.જી.હોસ્પિટલના મેડિકલ ICU વિભાગમાં શોર્ટસર્કિટને કારણે અચાનક આગ લાગી હતી. આ ICU વિભાગમાં 9 દર્દી સારવાર લઈ રહ્યા હતા. આગ લાગતાં જ 4 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂ લીધી હતી તેમજ સ્થાનિકોએ ICU વિભાગમાં રહેલા દર્દીઓને બારીમાંથી બહાર કાઢ્યા હતા.

વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં આગ
વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં આગ

8 સપ્ટેમ્બર 2020: વડોદરાની SSG હોસ્પિટલના ICUમાં આગ લાગી હતી
ગત સપ્ટેમ્બર મહિનાની 8 તારીખે વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં આગ લાગી હતી. ઇલેક્ટ્રિક વાયરો સળગતાં ધુમાડાથી કોરોના દર્દીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ પણ હોસ્પિટલે દોડી આવ્યું હતું. ત્યાર બાદ ફાયરબ્રિગેડે વોર્ડમાં ફસાયેલા કોરોના દર્દીઓને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. વોર્ડમાં આગ લાગી હતી ત્યાં રહેલા કોરોનાના દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત 150 જેટલા દર્દીઓને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે જાનહાનિ ટળી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો