તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:24 કલાકમાં આગની 36 ઘટના, મોટી જાનહાનિ નહીં, દિ‌વાળીમાં ફાયરના 600 કર્મચારી સ્ટેન્ડ ટુ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈન્કમટેક્સ, સિંગરવામાં 2 દુકાનમાં આગ લાગી

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં આગની 36 ઘટના બની હતી. જો કે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને 16 ફાયર બ્રિગેડના 600 કર્મચારી-અધિકારીઓ સ્ટેન્ડ ટુ હોવાથી ક્યાંય કોઇ મોટી જાન-હાનિ કે નુકસાન થયું ન હતું.

દિવાળીના દિવસે ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને આગ-બચાવના કુલ 36 કોલ મળ્યા હતા. જેમાં દિવાળીની મોડી રાતે ઈન્કમટેક્ષ હરિસિધ્ધ ચેમ્બરમાં એક દુકાનમાં આગ લાગી હતી. આ ઉપરાંત ઓઢવ સિંગરવા પાસે એક દુકાનમાં આગ લાગી હતી. જો કે આ બંને જગ્યાએ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક પહોંચી હતી અને આગ બુઝાવી દેતાં જાન-માલને મોટું નુકસાન થયું હતું. આ સિવાયના અન્ય 34 આગના કોલ બહુ જ સામાન્ય હતા. જેમાં પણ કોઇપણ પ્રકારના જાન-માલનું નુકસાન થયું ન હતું.

દર દિવાળીએ 150 જેટલી ઘટના બને છે
દર વર્ષે દિવાળીમાં ફટાકડા કારણે આગના 100થી 150 જેટલા બનાવ બનતા હતા, પરંતુ ચાલુ વર્ષે કોરોનાને કારણે માત્ર રાતે 2 કલાક જ ફટાકડા ફોડવા માટે પોલીસે મંજૂરી આપી છે. જેના કારણે આગની ઘટનાઓ ઘટી છે. તેમ છતાં ફાયરબ્રિગેડની ટીમે સાવધાની રૂપે 600 કર્મચારી સ્ટેન્ડ ટુ રાખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો