ચૂંટણી ખર્ચ:ઉમેદવારોના ચૂંટણી ખર્ચની તપાસ માટે 351 ટીમો તૈયાર

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મદદનીશ ખર્ચ નિરીક્ષકોને ટ્રેનિંગ અપાઈ
  • ખર્ચ​​​​​​​ અંગેની ફરિયાદ માટે હેલ્પલાઈન જાહેર

વિધાનસભાની ચૂંટણી વિભાગે નિમેલા ખર્ચ નિરીક્ષકે જુદી જુદી વિધાનસભાના મદદનીશ ખર્ચ નિરીક્ષકને ટ્રેનિંગ આપી આચારસંહિતાનું પાલન કરવા સૂચના આપી હતી. જેમાં ચૂંટણી દરમિયાન ઉમેદવાર નિયત ખર્ચ કરતાં વધુ કે ઓછો ખર્ચ કરે તો કોઇપણ વ્યક્તિ ટોલફ્રી નં.18002332367 પર ફોનથી ફરિયાદ કરી શકશે. ચૂંટણી પંચે એફએસટી, એસએસટી, વીએસટી, વિવિટી અને એકાઉન્ટિંગની ટીમ મળી કુલ 351 ટીમો બનાવી છે, જે મદદનીશ ખર્ચ નિરીક્ષકના માર્ગદર્શન હેઠળ કામ કરશે.

આચારસંહિતા અને ચૂંટણીલક્ષી ખર્ચની ફરિયાદ કરવા માટે ટોલફ્રી નંબર પર ફરિયાદ કરનાર વ્યક્તિનું નામ ગુપ્ત રહેશે. એલિસબ્રિજ, ઠક્કરબાપાનગર, બાપુનગર, જમાલપુર-ખાડિયાના ખર્ચ ઓર્બ્ઝરવર અનુરાગ દારિયા અને સુરેશ કટારિયાએ સાબરમતી, અસારવા, ધોળકા અને ધંધુકા બેઠક માટે કરેલી સમીક્ષા બેઠકમાં મદદનીશ ખર્ચ નિરીક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું. ચૂંટણી વિભાગ ફરિયાદ વગર સભા અને રેલીમાં થતાં ખર્ચ બાબતે વિસંગતતા હોય તો પણ કાર્યવાહી થઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...