આવક:ટેક્સ પર વ્યાજ માફીની યોજનાથી 9 દિવસમાં 3.51 કરોડની આવક

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય દિવસોમાં મ્યુનિ.ને ટેક્સ પેટે મહિને 12 કરોડ આવક થાય છે

મ્યુનિ.એ થોડા સમય પહેલા વ્યવસાય વેરાના વ્યાજ પર માફીની યોજના અમલમાં મૂકી હતી. જેના 9 દિવસમાં જ સંસ્થાઓ, એકમોએ રૂ.3.51 કરોડનો ટેક્સ ભર્યો છે. બાકી વ્યવસાયવેરા પર 18 ટકાને બદલે માત્ર 1.5 ટકા વ્યાજ ભરીને તેઓ બાકીનો રકમ જમા કરાવે તો શિક્ષાત્મક અને દંડકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરાઈ હતી. જેનો અમલ 1 નવેમ્બરથી કરાયો હતો.

દર મહિને મ્યુનિ.ને ટેક્સ પેટે રૂ.12થી 15 કરોડની આવક થતી હોય છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો ટેક્સ ભરી રહ્યા છે. માત્ર 9 દિવસમાં મ્યુનિ. 3.51 કરોડની આવક થઈ છે. જેથી આગામી દિવસોમાં આ યોજનાની મુદત વધારાય તેવી શક્યતા છે.

લોકોને તકલીફ પડતી હોવાથી ઓનલાઈનની સાથે ઓફલાઈન ફરિયાદ પણ સ્વીકારાશે
ટેક્સની ફરિયાદો માત્ર ઓનલાઈન જ લેવાનો પરિપત્ર કરાયો હતો. જો કે હવે લોકોને મુશ્કેલીઓ પડતાં ફરિયાદો ઓફલાઈન સ્વીકારવાનો પણ નિર્ણય કરાયો છે. 1 નવેમ્બરથી શરૂ થયેલી ઓનલાઇન ફરિયાદ બાદ અત્યાર સુધીમાં કુલ 2132 ફરિયાદ દાખલ થઈ છે. જેમાં નામ ટ્રાન્સફર કરવાની 956, એસેસમેન્ટની 177, કબજેદારમાં બદલવાની 362, મિલકતના વપરાશનો પ્રકાર બદલવાની 274 ફરિયાદનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધારે ફરિયાદ 476 દક્ષિણ ઝોન, 460 પશ્ચિમ ઝોનનો સમાવેશ થાય છે. મધ્ય ઝોનમાં સૌથી ઓછી 144 ફરિયાદ ઓનલાઈન થઈ છે.

અન્ય સમાચારો પણ છે...