શેર માર્કેટ:રોકાણકારોને પહેલા દિવસે 3.50 લાખ કરોડનો ચાંલ્લો, માર્કેટ કેપ વધીને 269.50 લાખ કરોડ થઈ

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નવા વર્ષના પહેલા ટ્રેડિંગમાં સેન્સેક્સ 929 પોઇન્ટ ઊંચકાયો
  • સેન્સેક્સે 59 હજાર તો નિફ્ટીએ 17600 પાર

ભારતીય ઇક્વિટી માર્કેટે વર્ષ 2021નો અંત પોઝિટિવ આપ્યો હતો તે રીતે શરૂઆત પણ તેજી સાથે રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં સૌથી શ્રેષ્ઠ શરૂઆત રહી છે. 2022ના વર્ષના પહેલા જ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ઝડપી 929.40 પોઇન્ટના ઉછાળા સાથે 59000 પોઇન્ટની સપાટી કુદાવી 59183.22 પોઇન્ટ બંધ રહ્યો છે. ઇન્ટ્રા-ડે ઉપરમાં 59,266.39 સુધી વધ્યો હતો. જ્યારે નિફ્ટી 271.65 પોઈન્ટ વધીને 17,625.70 પર બંધ રહ્યો છે. સાથે-સાથે રોકાણકારોની મૂડીમાં પણ 3.50 લાખ કરોડનું સંપત્તિ સર્જન થયું છે. બીએસઇ ખાતે માર્કેટ કેપ વધી 269.50 લાખ કરોડ પહોંચી છે.

ઓમિક્રોનના સતત વધી રહેલા કેસો છતાં રૂપિયામાં રિકવરીનો ટ્રેન્ડ જળવાતા તેમજ મેક્રો ઇકોનોમિક સેન્ટિમેન્ટ મજબૂત રહેશે તેવા અહેવાલે તેજીને વેગ મળ્યો છે. બેન્કિંગ,ઓટો, ફાઈનાન્સ, મેટલ્સ અને આઈટી સેક્ટરમાં મજબૂત સ્થિતીના કારણે સ્થાનિક રોકાણકારો દ્વારા વેલ્યુ બાઇંગના સપોર્ટથી મજબૂતી રહી છે. વિદેશી રોકાણકારોએ 903 કરોડની જ્યારે સ્થાનિક રોકાણકારોએ 803 કરોડની ખરીદી કરી હતી. ગતવર્ષે સેન્સેક્સ 21.99 ટકા એટલે કે 10,502.49 પોઈન્ટ્સ વધ્યો હતો જ્યારે નિફ્ટી 24.11 ટકા એટલે 3372.3 પોઈન્ટ્સ વધ્યો હતો. બેન્કિંગ,ઓટો, ફાઈનાન્સ, મેટલ્સ અને આઈટી સેક્ટરમાં મજબૂત સ્થિતી જ્યારે એકમાત્ર હેલ્થકેરમાં નરમાઇનો ટ્રેન્ડ રહ્યો હતો.

બેન્કિંગ અને ઓટો સેક્ટર ડાર્કહોર્સ સાબિત થશે
2022માં નિફટીમાં 12-15 ટકાનું વળતર મળી રહેવાનો આશાવાદ મોતીલાલ ઓસવાલના રિપોર્ટમાં રજૂ કરાયો છે. આર્થિક રિકવરી તથા અર્નિંગ્સમાં વૃદ્ધિના ટેકા સાથે વળતર અંગેનું અમારુ આ અનુમાન આવી પડયું છે. તાજેતરના કરેકશન બાદ, નિફટી હાલમાં 12 મહિનાના ફોરર્વડ પીઈના 20ના ગુણાંકમાં ટ્રેડ થઈ રહ્યો છે, જે ખર્ચાળ ઝોનમાં છે. ઓમિક્રોન વેરિએન્ટને કારણે શકય જોખમો તથા ધૂંધળા વૈશ્વિક પરિબળોને કારણે બજારનો ટ્રેન્ડ વોલેટાઈલ રહી શકે છે તેમ છતાં લાંબે ગાળે, પોઝિટિવ ઈકોનોમિક ડેટા સાથે આવકમાં મજબૂત વૃદ્ધિ બજારને ખેંચવામાં મુખ્ય ભાગ ભજવશે. આઈટી, ટેલિકોમ, કેપિટલ ગુડસ, સિમેન્ટ તથા રિઅલ એસ્ટેટ જેવા ક્ષેત્રો 2022માં સારી કામગીરી દર્શાવશે તેવી અમારી ધારણાં છે, જ્યારે બેન્કિંગ તથા ઓટોની કામગીરી જે અત્યારસુધી નબળી રહી છે તે 2022માં ડાર્ક હોર્સ સાબિત થઈ શકે છે.
નિફ્ટી 17550 મહત્ત્વનો સપોર્ટ, 17750નું ધ્યાન
નિફ્ટીના ડેઇલી ચાર્ટ ઉપર ઉપર બુલિશ કેન્ડલ રચાયેલી છે. જેમાં લોંગ લોઅર શેડો સંકેત આપે છે કે, વેલ્યૂ બાઇંગ સપોર્ટ શરૂ થયો છે. 17750 સુધી સુધરવા માટે નિફ્ટીએ 17500- 17550ની સપાટી જાળવવી પડશે.

5 વર્ષના વર્ષના પ્રારંભની સ્થિતિ

તારીખવધઘટબંધ
1-1-2018-24433813
1-1-1918636255
1-1-205241306
1-1-2111847869
3-1-2292959183
અન્ય સમાચારો પણ છે...