શહેરના વેપારીઓને 15 ઓગસ્ટ સુધીમાં વેક્સિન લેવાની ફરજ પડાઇ છે. જો તેમ કરવામાં નહીં આવે તો વેપારીઓ પોતાનો ધંધો-રોજગાર શરૂ કરી શકશે નહીં. માત્ર 15 દિવસમાં શહેરના 1.50 લાખ વેપારીઓને વેક્સિન લેવાની હોય ત્યારે રોજના 10 હજારને વૅક્સિનેશન થવું જોઇએ. સામાન્ય પબ્લિકને પાંચ દિવસ જ્યારે વેપારીઓને રવિવારે પણ રસી અપાતી હોવા છતાં 60થી 65 ટકા વેપારીઓને વૅક્સિનેશન થઇ શકયું છે.
વેપારી એસોસિએશનની માગ છે કે વૅક્સિનેશનની મુદતમાં વધારો કરવો જરૂરી છે. વેપારી મહાજનના મીડિયા કન્વિનર આશિષ ઝવેરીએ જણાવ્યું હતું કે, હાલમાં કોર્પોરેશન દ્વારા પૂરતા પ્રમાણમાં વૅક્સિન આપવાના કારણે 60થી 65 ટકા વેપારીઓનું વૅક્સિનેશન થયું છે.
વાઈરલ ફિવરથી રસી લેનારા ઘટ્યા
હાલમાં ચાલી રહેલી ડબલ ઋતુના કારણે વેપારીઓમાં વાઈરલ ફિવરના કેસ વધારે જોવા મળી રહ્યાં છે. જેના કારણે વેપારીઓ અંતિમ મુદત સુધી વૅક્સિન લઇ શકે તેવી સ્થિતિ નથી. આવા કારણોસર વેપારીઓ અને તેનો સ્ટાફ વૅક્સિન લઇ શકતા નથી. > જયેન્દ્ર તન્ના, પ્રમુખ અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ
શહેરમાં કોરોનાના 8 કેસ સામે આવ્યા
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8 કેસ નોંધાયા છે. જ્યારે 9 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે પણ કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. વિવિધ કેન્દ્રો પરથી 39 હજારને રસી અપાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.