• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 35 Thousand Unemployed Filled Up Forms For 6700 Vacancies Of 9 Thousand Paid Home Guards Per Month, Graduate Candidates Are Also In The Fray.

ગુુજરાતમાં બેકારીનો બોલતો પુરાવો:મહિને 9 હજાર પગારની હોમગાર્ડની 6700 જગ્યા માટે 35 હજાર બેરોજગારોએ ફોર્મ ભર્યા,ગ્રેજ્યુએટ ઉમેદવારો પણ મેદાનમાં

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોમગાર્ડની ભરતીમાં ઉમેદવારની લાયકાત 10 ધોરણ પાસ
  • માનદ વેતન 300 રૂપિયા 4 રૂપિયા વોશિંગ એલાઉન્સ મળશે
  • આવતીકાલથી અમદાવાદમાં શારીરિક કસોટી લેવાશે

ગુજરાતમાં હાલ LRD અને PSIની ભરતીપ્રક્રિયા પુરજોશમાં તૈયારીઓ થઈ રહી છે. એની સાથે એક એવી ફોર્સ, જે પોલીસનો ખભેખભો મલાવીને કામ કરે છે, એવી હોમગાર્ડની ભરતીપ્રક્રિયા પણ હાથ ધરાઈ છે, જેમાં 6700 જગ્યા માટે 35 હજારથી વધુ ફોર્મ ભરાયાં છે. માનદ સેવા ગણાતી આ ફોર્સમાં પણ ભરતીનો એટલો જ ઉત્સાહ છે. આવતીકાલથી અમદાવાદમાં હોમગાર્ડની ભરતીપ્રક્રિયા હાથ ધરાશે, જેમાં ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કર્યા બાદ સ્થળ પર જ ડોક્યુમેન્ટ ચેક કરવાની પ્રક્રિયા હાથ ધરાવાની છે. ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી આ ભરતીપ્રક્રિયા પૂર્ણ થઈ જશે.

6700 જેટલા હોમગાર્ડની ભરતી થવાની છે
હાલ 6700 જેટલા હોમગાર્ડની ભરતી થવાની છે. એ માટે ખાસ ગ્રાઉન્ડ સેટઅપ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું આયોજન કરવામાં આવ્યું છે. હોમગાર્ડના ઇન્ચાર્જ અધિકારી નીરજા ગોત્રુએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે અમારી પાસે અરજીઓ આવી છે એ પ્રમાણે સમગ્ર રાજ્યમાં પ્રક્રિયા હાથ ધરાઈ છે. એની સાથે અમદાવાદમાં આવતીકાલથી શારીરિક કસોટીની પ્રક્રિયા શરૂ થશે. એમાં ટેક્નિકલ બાબતોની જાણકારી ધરાવનારને પણ ખાસ ગુણ આપવામાં આવશે. આ વખતે પોલીસના અધિકારીને ભરતીપ્રક્રિયામાં સામેલ રાખવામાં આવશે. હોમગાર્ડને રોજના 300 રૂપિયા ભથ્થું અને 4 રૂપિયા વોશિંગ એલાઉન્સ મળે છે.

ડિસેમ્બર સુધીમાં 6700 હોમગાર્ડ જવાનોની ભરતી પૂર્ણ થશે ( પ્રતીકાત્મક તસવીર)
ડિસેમ્બર સુધીમાં 6700 હોમગાર્ડ જવાનોની ભરતી પૂર્ણ થશે ( પ્રતીકાત્મક તસવીર)

LRDમાં 1 જગ્યા સામે 95 ઉમેદવારો
ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી, જેમાં લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓમાંથી 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ હતી. આમ, LRDમાં એક જગ્યા માટે કુલ 95 ઉમેદવાર દિવસ-રાત મેદાનમાં અને ક્લાસમાં તૈયારી કરી રહ્યા છે. આમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.

સરકારી નોકરીની 16 હજાર જગ્યા, ઉમેદવારો 24 લાખ
ગુજરાતમાં ઘણા લાંબા સમય બાદ સરકારી ભરતીની સીઝન આવી હોય એવું જોવા મળી રહ્યું છે. PSI, LRD અને બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતીપ્રક્રિયા શરૂ થઈ છે. આ તમામ ભરતીમાં કુલ મળીને 15,944 જેટલી જગ્યાઓ છે. એ માટે અંદાજે 24 લાખ જેટલા ઉમેદવારો આગામી 5 મહિનામાં પરીક્ષા આપીને સરકારી નોકરી મેળવવા આકરી મહેનત કરી રહ્યા છે. આમ, 1 સરકારી નોકરીની જગ્યા સામે 150 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્ય સરકાર વાઈબ્રન્ટ ગુજરાત દરમિયાન યુવાનોને રોજગારી આપવાની વાત કરે છે, પણ ગુજરાતમાં બેરોજગારી ઘટવાની વાત તો દૂર, વધતી જાય છે, એનો આ બોલતો પુરાવો છે.

રોજના 300 રૂપિયા અને 4 રૂપિયા વોશિંગ એલાઉન્સ મળે છે ( પ્રતીકાત્મક તસવીર)
રોજના 300 રૂપિયા અને 4 રૂપિયા વોશિંગ એલાઉન્સ મળે છે ( પ્રતીકાત્મક તસવીર)

100 દિવસમાં 27 હજાર ભરતીનું આયોજન
નોંધનીય છે કે રૂપાણી સરકારના રાજીનામા બાદ નવી રચાયેલી ભૂપેન્દ્ર પટેલની સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવી સરકારી નોકરીઓ અંગેની જાહેરાત અંગે જણાવ્યું હતું, જેમાં તેમણે બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ તેમજ ગ્રામ રક્ષકદળની મળીને અંદાજિત 27847 જગ્યા માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસ કરવા અંગે વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...