તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:અમદાવાદમાં 35 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા અને 5 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન દૂર કરાયા, 90 અમલી બન્યાં

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા કન્ટેનમેન્ટ ઝોનમાં 18 માર્ચથી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 60 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે 35 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે. ત્યારે 90 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે.

નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (18 માર્ચ)થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેરમાં 270થી વધુ કેસ નોંધાયા
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે અને તેમાં પણ કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 271 નવા કેસ અને 208 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેર વિસ્તારમાં એક દર્દીના મોત સાથે મૃત્યુઆંક 2,326 પર પહોંચ્યો છે. શહેરમાં 264 અને જિલ્લામાં 7 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 205 અને જિલ્લામાં 3 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 65,363 થયો છે. જ્યારે 61,970 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો