વેક્સિનેશન:ગુજરાતમાં 3.5 કરોડ લોકોને રસી મળી, 45+માં 68%ને પહેલો ડોઝ, 34%ને બન્ને ડોઝ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક જ દિવસમાં 5.81 લાખને રસીકરણનો રેકોર્ડ

રાજ્યમાં કુલ રસીકરણ 3.50 કરોડ થયું છે. 2.64 કરોડ લોકોએ પહેલો ડોઝ લીધો છે જ્યારે 85 લાખ લોકોને બીજો ડોઝ અપાઇ ગયો છે. 18 વર્ષથી ઉપરના અંદાજે 4.93 કરોડ લોકોમાંથી 70%નું રસીકરણ અત્યાર સુધી થયું છે. જેમાં 54%ને પહેલો ડોઝ, 17%ને બન્ને ડોઝ અપાયા છે. ગુરુવારે રાજ્યમાં આજ સુધીના સૌથી વધુ 5.81 લાખ રસીકરણ કરવામાં આવ્યું હતું.

અગાઉ 21મી જૂને એક જ દિવસે 5 લાખથી વધુને રસીકરણ કરવામાં આવ્યું હતું. એ પહેલાં 3 એપ્રિલે એક જ દિવસમાં 4.88 લાખ લોકોને રસીકરણ કરાયું હતું. રાજ્યની અંદાજિત કુલ વસતી 6.79 કરોડ અનુસાર, 51% લોકોનું રસીકરણ થયું છે જેમાં 38%ને પહેલો ડોઝ જ્યારે 13%ને બન્ને ડોઝ અપાયા છે. પ્રોજેક્શન રિપોર્ટ મુજબ, રાજ્યમાં 18થી 45 વર્ષની વયના અંદાજે 3.09 કરોડ લોકો જ્યારે 45 વર્ષની ઉપરના અંદાજે 1.83 કરોડ લોકો છે.

18થી 45 વયજૂથમાં 38%ને પહેલો જ્યારે માત્ર 2.2%ને જ બન્ને ડોઝ

કેટેગરીવસતીપહેલો ડોઝટકાબીજો ડોઝટકા
18-45 વર્ષ3.09 કરોડ1.19કરોડ387.81 લાખ2.2
45થી ઉપર1.83 કરોડ1.25 કરોડ6862 લાખ34
કુલ4.93 કરોડ2.64 કરોડ5485 લાખ17

(સ્રોત - ગુજરાત કોવિડ-કોવિન ડેશબોર્ડ, કુલ રસીકરણમાં હેલ્થલાઇન વર્કર અને ફ્રન્ટલાઇન સામેલ છે.)

વડોદરામાં સૌથી વધુ 92%, અમદાવાદમાં 72%ને પહેલો ડોઝ

જિલ્લોવસતીપહેલો ડોઝટકાબીજો ડોઝટકા
અમદાવાદ41.87 લાખ30.18 લાખ729.37 લાખ22
સુરત33.53 લાખ21.41 લાખ647.19 લાખ21
વડોદરા13.15 લાખ12.06 લાખ924.17 લાખ32
રાજકોટ11.75 લાખ8.63 લાખ732.98 લાખ25

​​​​​​​(સ્રોત - કોવિન ડેશબોર્ડ, વસતીનો આંકડો 18 વર્ષથી વધારે)

અન્ય સમાચારો પણ છે...