પ્રવાહ બદલાયો:ફ્રીમાં પાઠ્યપુસ્તકો, સ્કોલરશીપ જેવી યોજનાને લીધે 7 વર્ષમાં 34 હજાર વિદ્યાર્થીએ ખાનગીમાંથી સરકારી સ્કૂલમાં પ્રવેશ લીધો

અમદાવાદ8 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સરકારી સ્કૂલો ડીજિટલ અને હાઇટેક બની રહી હોવાથી વાલીઓમાં આકર્ષણ

અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલોમાં છેલ્લા 7 વર્ષમાં 34 હજાર વિદ્યાર્થીએ ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં એડમિશન લીધુ છે, જેમાં 2020-21 માટે 3,334 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. અધિકારીઓના મતે, ફ્રી શિક્ષણ અને ડિગ્રીવાળા શિક્ષકોને કારણે લોકોનો વિશ્વાસ સરકારી સ્કૂલોમાં વધી રહ્યો છે.

વાસીઓનું આર્થિક ભારણ ઘટે છે
અધિકારીઓનો દાવો છે કે વાલીઓની આર્થિક સ્થિતિ અને સરકારી સ્કૂલોમાં અપાતી ફેસેલિટીને કારણે ખાનગી સ્કૂલોમાંથી સરકારી સ્કૂલોમાં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. શાસનાધિકારી એલ.ડી. દેસાઇએ જણાવ્યું હતું કે, સરકારની નીતિઓને કારણે ખાનગી સ્કૂલોના વાલીઓ સરકારી સ્કૂલો તરફ આકર્ષિત થઇ રહ્યાં છે. સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરવાથી પાઠ્યપુસ્તકોની સાથે મધ્યાહન ભોજન, શિષ્યવૃત્તિ જેવી યોજનાનો લાભ મળે છે. જેથી વાલી પર આર્થિક ભારણ ઘટે છે. આ તમામ બાબતો શિક્ષકો વાલીઓ સુધી પહોંચાડી રહ્યાં છે. આ સાથે ડીજિટલ અને હાઇટેક સ્કૂલોને કારણે વાલીઓ બાળકોને સરકારી સ્કૂલમાં મૂકી રહ્યા છે.

સૌથી વધુ વિદ્યાર્થી અંગ્રેજી માધ્યમમાં આવ્યા
ખાનગી સ્કૂલોમાંથી સરકારી સ્કૂલોમાં આવનારા વિદ્યાર્થીમાં સૌથી વધારે અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાંથી આવ્યા છે. ત્યારબાદ બીજા નંબરે ગુજરાતી માધ્યમ છે. એડમિશનની વધારે સંખ્યાને કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સ્કૂલોની સંખ્યામાં દર વર્ષે વધારો થયો છે. આ વર્ષે નવી 10 સ્કૂલ શરૂ થશે.

2021-22 માટેનો સરવે શરૂ કરાયો
નવા શૈક્ષણિક વર્ષ માટે પણ શિક્ષકોને વિદ્યાર્થીના એડમિશન માટેની કામગીરી સોંપાઈ છે. શિક્ષકોએ દરેક વિસ્તારમાં જઇને વાલીઓને મળીને સરકારી સ્કૂલોમાં એડમિશન લેવાના ફાયદા જણાવવા કહ્યું છે. આ ઉપરાંત સ્ટાફને લઇને લોકોમાં પ્રવર્તતી માન્યતાના જવાબો લોકોને સમજાવવા માટે શિક્ષકોને જણાવ્યું છે.

આટલાએ પ્રવેશ લીધો

વર્ષવિદ્યાર્થી
2014-154,397
2015-165,481
2016-175,005
2017-185,219
2018-195,791
2019-205,272
2020-213,334

ખાનગી સ્કૂલો સાથે સ્પર્ધા
સરકારી સ્કૂલોમાં ખાનગી સ્કૂલોની માફક રમતના મેદાનો, હાઇટેક ટીચિંગ ક્લાસ, સ્કૂલોની સ્વચ્છતા અને ક્વોલિફાઇડ શિક્ષકો હોવાથી ખાનગી સ્કૂલો સામે સ્પર્ધા થઈ રહી છે. > ધિરેન્દ્રસિંગ તોમર, ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ

અન્ય સમાચારો પણ છે...