તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની રેડ:લોકો રેમડેસિવિર ઇન્જેક્શન માટે તરફડી રહ્યા છે ત્યારે અમદાવાદના મેડિકલ ગોડાઉનમાંથી 34 ઇન્જેક્શન મળ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રેમડેસિવિર ઈન્જેકેશન કેસમાં પોલીસે 3ની ધરપકડ કરી - Divya Bhaskar
રેમડેસિવિર ઈન્જેકેશન કેસમાં પોલીસે 3ની ધરપકડ કરી
  • કાળા બજારના આશયથી ઈન્જેકશન રાખી મુકાતા ક્રાઈમ બ્રાન્ચે મલિકોને ઝડપ્યા

અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનામાં કાળા બજારીઓએ લોકોની મજબૂરીનો લાભ ઉઠાવ્યો છે. જેમાં પોતાના સ્વજનને બચાવવા માટે અનેક લોકોને ઉછીના રુપિયા લઈને કાળા બજાર કરનારા પાસેથી રેમડેસિવિર ઈન્જેકશન લેવા પડ્યા છે. જેમાં ખાસ કરીને મેડિકલ માફિયાઓ કાળા બજારી કરી છે. હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આવા કાળાબજારીઓને પકડવાનું શરૂ કર્યા છે. આજે બે વેપારીને 34 જેટલા ઈન્જેકશન સાથે ઝડપીને ક્રાઇમ બ્રાન્ચે મહત્વની સફળતા મેળવી છે.

પોલીસે બાતમીને આધારે રેડ કરી
અમદાવાદ પ્રેમ દરવાજા પાસે આવેલા આનંદ મેડિસિન (ગોડાઉન),આનંદ મેડિસિન ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રિબ્યુટર્સ અને આનંદ મેડિકલ સ્ટ્રોરના માલિકો ચિરાગ શાહ અને સંદીપ મહેતા રેમડેસિવિર ઈન્જેકશન રાખીને કાળા બજાર કરતા હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એચ એમ વ્યાસે રેડ કરી હતી. રેડ દરમિયાન એક બે નહીં પણ 34 જેટલા ઈન્જેકશન મળી આવ્યા હતા. પોલીસને રેમડેસિવિર અંગે બન્ને કોઈ જવાબ આપી શક્યા ન હતા. હાલ ત્રણની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે કબ્જે કરેલો રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો
પોલીસે કબ્જે કરેલો રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો

કારગિલ પંપ પાસે પોલીસે આરોપીને ઝડપ્યા હતા
ગઈકાલે શહેરના એસજી હાઇવે પર આવેલા કારગિલ પેટ્રોલ પંપ પાસેથી ડીસીપી ઝોન 1 સ્ક્વોડની ટીમે જય શાહ નામના આરોપીની 6 રેમડેસિવિર ઇન્જેક્શન સાથે ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જુહાપુરાની રુહી નામની મહિલા અને સુરતના ડોકટર મિલન પાસેથી ઇન્જેક્શન ખરીદ્યા હોવાનું બહાર આવતા સોલા પોલીસે આજે સુરતથી ડોકટર મિલન સુતરિયા અને ડોકટર કીર્તિ દવે સહિત જુહાપુરામાં રહેતી રુહીની પણ ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...