તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આધુનિક સુવિધા:અધૂરા માસે જન્મેલાં બાળકોને બચાવવા શારદાબેન હોસ્પિટલમાં 34 લાખનું હાઈબ્રિડ વેન્ટિલેટર વસાવાશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાઇબ્રિડ વેન્ટિલેટરની તસવીર - Divya Bhaskar
હાઇબ્રિડ વેન્ટિલેટરની તસવીર
  • આવું આધુનિક જર્મન વેન્ટિલેટર હજુ એસવીપી, એલજી કે વીએસ પાસે પણ નથી

માત્ર 6 કે 7 માસે જ પ્રિમેચ્યોર ડિલિવરી પછી જન્મતાં શિશુને અત્યંત આધુનિક હાઇબ્રિડ વેન્ટિલેટરથી બચાવવા હોસ્પિટલ કમિટીએ આ પ્રકારનું વેન્ટિલેટર ખરીદવાના નિર્ણયને મંજૂરી આપી છે. શારદાબેન હોસ્પિટલમાં આ મશીન લગાવવામાં આવ્યા બાદ મહિને આવા 10 થી વધુ બાળકોને સારવાર મળી રહેશે.

શારદાબેન હોસ્પિટલમાં પ્રતિ માસ 200થી વધારે સગર્ભાની સારવાર થાય છે. જેમાં 10 જેટલા કિસ્સામાં 6 થી 7 મહિને બાળકોનો જન્મો થતો હોવાના કિસ્સા બને છે. આ રીતે જન્મેલા બાળકને જો સામાન્ય વેન્ટિલેટર પર રાખવામાં આવે તો તેની બચવાની શક્તા ઘણી ઓછી હોય છે. ક્યારેક તેના ફેફસાંને પણ નુકસાન થઇ શકે છે. ગર્ભમાં બાળક પાણી પી જાય ત્યારે તેની સ્થિતિ વધુ ચિંતાજનક બનતી હોય છે. આવી સ્થિતિમાં જન્મેલા બાળકને હાઇબ્રિડ વેન્ટિલેટર પર લેવામાં આવે તો તેની બચાવની શક્યતા વધી જાય છે.

હાઇબ્રિડ વેન્ટિલેટર ખરીદવા માટે મ્યુનિ.એ બહાર પાડેલા ટેન્ડરમાં 31.44 લાખની કિંમતના જર્મન બનાવટના ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યું હતું. જે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યું છે. આ પ્રકારના હાઇબ્રિડ વેન્ટિલેટરની આવશ્યકતા પૂરી થાય તો ઓછા પ્રેસરથી ઓક્સિજનનો સપ્લાય મળી રહે છે અને બાળકના ફેફસાંને નુકસાન થવાની શક્યતા ઓછી રહે છે.

સિવિલે સિંગરવા આરોગ્ય કેન્દ્રમાં ત્રણ ડાયાલિસિસ મશીન મૂક્યાં
રાજ્ય સરકારે વિવિધ શહેરોના કિડનીના દર્દીને ડાયાલિસિસ માટે સિવિલની કિડની હોસ્પિટલમાં આવવું ન પડે તેમજ ઘર આંગણે ડાયાલિસિસની સુવિધા પ્રાપ્ત થાય તે માટે ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. ત્યારે સોમવારે સિવિલની કિડની હોસ્પિટલ દ્વારા સિંગરવા- સીએચસી સેન્ટરમાં 3 ડાયાલિસિસ મશીન મુકાયા છે. રાજ્યમાં કિડની ફેલ્યોરના દર્દીનું જયાં સુધી કિડની ટ્રાન્સપ્લાન્ટ ન થાય ત્યાં સુધી ડાયાલિસિસ કરાવવું પડે છે. પહેલાં આ સુવિધા સિવિલની કિડની હોસ્પિટલમાં જ ઉપલબ્ધ હોવાથી રાજ્યના વિવિધ શહેરોના દર્દીને કિડની હોસ્પિટલ આવવું પડતું હોવાની સાથે દર્દીની સંખ્યા વધુ હોવાથી વેઇટિંગ લિસ્ટ લાબું રહેતું હતું. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામની શરૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...