પોલીસને કોરોના સંક્રમણ:અમદાવાદના 2 IPS અધિકારી સહિત 335 પોલીસકર્મીઓને કોરોના થયો, ઉચ્ચ અધિકારીઓના નામ જાહેર ન કરાયા

અમદાવાદ4 મહિનો પહેલા
પોલીસ હેડ ક્વાર્ટર - Divya Bhaskar
પોલીસ હેડ ક્વાર્ટર
  • મંગળવારની ટી મિટિંગમાં હાજર અધિકારીઓને કારણે કોરોના સંક્રમણ ફેલાયું
  • મિટિંગમાં સંક્રમિત અધિકારીઓને કારણે સંક્રમણ ફેલાતા વાત દબાવવા ધમપછાડા

અમદાવાદ શહેર કોરોનાનું હોટ સ્પોટ બન્યું છે. ત્યારે કોરોનાની ચપેટમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ એવા પોલીસકર્મીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જેમાં અમદાવાદ શહેરના 2 જેસીપી પણ સંક્રમિત થયા છે. તો 3 એસીપી, 2 પીઆઇ સહિત શહેરના 535 પોલીસ કર્મીઓ કોવિડ પોઝિટિવ આવ્યા છે.

પોલીસ હેડ ક્વાર્ટરમાં મિટિંગ યોજાઈ હતી
કોરોનાના કહેરને પગલે સરકાર લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને મેળાવડો સહિત મિટિંગો કરવાની ના પાડી રહી છે. ઓફિસોમાં પણ 50 ટકા કે તેથી ઓછો સ્ટાફ રાખવા જણાવી રહ્યા છે. ત્યારે મંગળવારે પોલીસ હેડ ક્વાર્ટરમાં અધિકારીઓની મિટિંગ યોજાઈ હતી. જેમાં શહેરના 2 જેસીપી સહિત અમુક અધિકારીઓનો કોવિડ પોઝિટિવ આવ્યા છે. તેમ છતાં આ મિટિંગ કોના કહેવાથી યોજાઈ તે ચર્ચાનો વિષય બન્યો છે.

કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે
શહેર પોલીસમાં છેલ્લા કેટલાય સમયથી કોવિડ 19નો કહેર વધી રહ્યો છે. સરકાર આકરા નિયમો લાવી રહી છે, પરંતુ આ નિયમોનું પાલન હજુ પણ અમુક અંશે થઈ રહ્યું છે. બીજી તરફ કોવિડના કેસો વધી રહ્યા છે. શહેરમાં 2 જેસીપી, 3 એસીપી, બેથી વધુ પીઆઇ કોવિડ પોઝિટિવ આવ્યા છે. એસીપીમાં રીમા મુન્શી, એ આર જનકાત સહિત 3 છે. જ્યારે પીઆઇમાં સોલા પીઆઇ જે પી જાડેજા, આનંદનગર પીઆઇ કે એસ પટેલ સામેલ છે. જ્યારે આઇપીએસ અધિકારીઓના નામ ઉચ્ચ અધિકારીઓએ જાહેર કર્યા નથી.

અન્ય સમાચારો પણ છે...