આરોગ્ય વિભાગની કામગીરી:અમદાવાદમાં 33.27 લાખ લોકોને મફતમાં પ્રિકોશન ડોઝ મળશે, અત્યાર સુધી 4.45 લાખ લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધો છે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 80 અર્બન હેલ્થ સેન્ટર પરથી કોરોનાની રસીનો ડોઝ લઈ શકાશે

કેન્દ્ર સરકારે 18 વર્ષથી ઉપરના લોકો માટે કોરોનાની રસીનો પ્રિકોશન ડોઝ 15 જુલાઈથી ફ્રીમાં આપવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે અમદાવાદમાં 33.27 લાખ લોકો એવા છે જેમને પ્રિકોશન ડોઝ ફ્રીમાં મળશે. અત્યાર સુધીમાં માત્ર 4.45 લાખ લોકોએ રસીનો બૂસ્ટર ડોઝ લીધો છે. 6 મહિના બાદ રસીની અસર ઘટી જાય છે તેને કારણે ચેપ લાગવાનું જોખમ રહે છે. શહેરના 80 અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત અન્ય સ્થળે પ્રિકોશન ડોઝ માટે વ્યવસ્થા કરવામાં આવશે.

કોરોનાના 254 કેસ, 2 કન્ટેઈનમેન્ટ
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 254 કેસ નોંધાયા છે. જો કે, કેસ જેટલાં દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કેસની સમીક્ષાને આધારે મ્યુનિ.એ પાલડીમાં આવેલા આકાર ફ્લેટના પહેલા માળના ઘર નં.1 અને 2 તેમજ થલતેજના શિવગણેશ વિભાગ-1ના બંગલા નં.136થી 139ને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકવામાં આવ્યા છે. શહેરમાં હજુ પણ કોરોનાના 1300થી વધુ એક્ટિવ કેસ છે. દ. પશ્ચિમ અને પશ્ચિમ ઝોનમાં બે-બે વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે.

ઝોન પ્રમાણે આટલા લોકો ડોઝ લઈ શકશે

ઝોનસંખ્યા
પશ્ચિમ563105
દક્ષિણ525209
ઉત્તર549797
દ.પશ્ચિમ294975
ઉ.પશ્ચિમ485775
પૂર્વ593676
મધ્ય315165

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...