શિક્ષણ વિભાગે અમદાવાદની 100 જેટલી સરકારી-ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્લેસમેન્ટમાં 50થી વધુ ક્ષેત્રની 268 કંપનીઓએ ભાગ લીધો હતો. પ્લેસમેન્ટમાં સાયન્સ, કોમર્સ, આર્ટસ, ઈજનેરી, ફાર્મસી સહિતની વિદ્યાશાખાના ફાઈનલ યરના 3251 વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 2 લાખથી છ લાખ સુધીનું જોબ પેકેજ ઓફર કરાયું હતું.
20 વર્ષના વિદ્યાર્થીઓ તેમની ગ્રેજ્યુએશનની ડિગ્રી પૂર્ણ કરે તે પહેલા જ સારા પગાર સાથેની જોબ ઓફર મેળવી શક્યા છે. યુનિવર્સિટીના પ્લેસમેન્ટ સેલ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ દરમ્યાન અમદાવાદ અને ગાંધીનગરની નિયત કરવામાં આવેલ પાંચ જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્લેસમેન્ટ ફેરનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાયન્સ, કોમર્સ, આર્ટસ, ઈજનેરી, ફાર્મસી સહિતની સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ વિદ્યાશાખાના સ્નાતક કક્ષાના ફાઈનલ યરના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા.
પરીક્ષા પછી જૂનથી નોકરીમાં જોડાઈ શકશે
અમદાવાદ ઝોનમાં કુલ પાંચ જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં યોજાયેલા જોબ પ્લેસમેન્ટ ફેરમાં ઓફર મેળવનારા વિદ્યાર્થીઓને હાલમાં સાયન્સ, કોમર્સ, આર્ટસમાં ફાઈનલ યરમાં ફાઈનલ સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે. તેઓ પરીક્ષા પૂર્ણ થયા પછી જૂન મહિનામાં જોબ જોઈન કરશે.
268 કંપનીએ પ્લેસમેન્ટમાં ભાગ લીધો
આશરે 50થી વધુ સેક્ટરની 268 કંપનીઓએ આ પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લીધો છે. બેન્કીંગ, ફાઈનાન્સ,આઈટી, ટુરિઝમ, ફાઈનાન્સ, સર્વિસ, ઈન્સ્યોરન્સ, ટેક્સટાઈલ, રિટેઈલ, કન્ઝયુમર્સ ગુડ્સ, પાવર સહિતની વિવિધ 50થી વધુ કંપનીઓએ આ જોબ ફેરમાં ભાગ લીધો છે. પ્લેસમેન્ટ માટે 20956 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 6719ના ઈન્ટરવ્યૂ થયા અને 3251ની પસંદગી કરવામાં આવી હતી.
મોટાભાગના વિદ્યાર્થી 20 વર્ષના
છેલ્લા ચાર વર્ષોથી પ્લેસમેન્ટ સેલનુ આયોજન કરાય છે, આ વર્ષે અમદાવાદ-ગાંધીનગરની સરકારી- ગ્રાન્ટ ઈનએઈડ કોલેજોના વિદ્યાર્થીઓને વિવિધ સેક્ટરની, વિવિધ કંપનીઓ તરફથી જોબ ઓફર કરાઈ છે. ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીને કારકિર્દીના પ્રારંભે સારા પગાર મળ્યો છે. - પ્લેસમેન્ટ સેલના આયોજક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.