તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 323 Hospitals, 428 Schools In Ahmedabad District Run Without Fire NOC; 217 Hospitals, 264 Schools And 167 Factories Do Not Have BU Permission

હાઇકોર્ટના સોગંદનામામાં ખુલાસો:અમદાવાદ જિલ્લામાં 323 હોસ્પિટલ, 428 સ્કૂલો ફાયર NOC વિના ચાલે છે; 217 હોસ્પિટલ, 264 સ્કૂલ તથા 167 ફેક્ટરી પાસે બીયુ પરમિશન જ નથી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 8 મનપા, 16 પાલિકાએ બીયુ વિનાનાં બિલ્ડિંગો અંગે સોગંદનામાં રજૂ કર્યાં

હોસ્પિટલોમાં વારંવાર આગ લાગવા મામલે થયેલી જાહેરહિતની અરજીમાં 8 કોર્પોરેશન સહિત 16 નગરપાલિકાઓએ હાઈકોર્ટમાં સોગંદનામાં કર્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલા સોંગદનામામાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. અમદાવાદ જિલ્લાની હદમાં કુલ 751 બિલ્ડિંગો છે તે પૈકી 323 હોસ્પિટલો અને 428 સ્કૂલો પાસે એનઓસી નથી. જ્યારે અમદાવાદની 648 બિલ્ડિંગો પૈકી 217 હોસ્પિટલો, 264 સ્કૂલો અને 167 ફેક્ટરીઓ પાસે બીયુ પરમિશન ન હોવાનું સોગંદનામામાં જણાવાયું છે.

109માંથી 93 કોવિડ હોસ્પિટલ પાસે ફાયર એનઓસી જ નથી
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને હોસ્પિટલોમાં આગના બનાવ સમયે કેવાં પગલાં લીધાં? સ્ટાફને ટ્રેનિંગ કેવી આપી તે વિશે રજૂઆત કરી છે. ફાયર વિભાગે હોસ્પિટલના સ્ટાફને ઇમરજન્સીમાં ટ્રેનિંગ વિશે શું પગલા લીધા તેની પણ રજૂઆત કરી હતી.

5 દિવસમાં NOC મેળવવા નોટિસ ફટકારી
કોરોનાના કેસ ઘટતા કોર્પોરેશને ફરીથી એનઓસી વગરની હોસ્પિટલો, સ્કૂલો, ફેક્ટરી માલિકોને 5થી 15 દિવસમાં એનઓસી મેળવી લેવા નોટિસ ફટકારાઈ છે. જો 15 દિવસમાં એનઓસી મેળવવામાં ન આવે તો પગલા લેવા, ફોજદારી ફરિયાદ કરવા પણ ચીમકી આપવામાં આવી છે.

વધારાનો પાણી પુરવઠો રાખવા આદેશ કર્યો
​​​​​​​કોર્પોરેશને તમામ હોસ્પિટલોને પાણીનો વધારાના પુરવઠો સરળતાથી વાપરી શકાય તે રીતે ઉપલબ્ધ કરાવવા આદેશ કર્યો છે. આઈસીયુની નજીકમાં હોસ્પિટલોએ સ્ટોર રૂમ રાખી શકાશે નહિ. કોવિડ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજી સ્ટાફને આગના બનાવને રોકવાનું નિરીક્ષણ કરાયું છે.

ફાયર એનઓસી માટે આટલું જરૂરી
સરકારે સોગંદનામામાં રજૂઆત કરી છે કે, કોવિડ હોસ્પિટલો મરામતની જરૂર હોય તેમાં તાત્કાલિક રિપેરિંગ કરાવવું પડશે. જો તેમ નહીં હોય તો તેમને ફાયર એનઓસી નહીં મળે તેમ જ જે હોસ્પિટલમાં બહાર નીકળવાના એક કરતાં વધુ વિકલ્પ નહીં હોય તેમને ફાયર એનઓસી આપી શકાશે નહી. ફાયર નિયમોનું પાલન નહીં થતું હોય તેવા બિલ્ડિંગોને એનઓસી અને બીયુ પરમિશન આપવામાં નહીં આવે.

અન્ય સમાચારો પણ છે...