તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:24 કલાકમાં માસ્ક નહીં પહેરનારા 3177 અમદાવાદીને 32 લાખ દંડ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાંથી માસ્ક ન પહેરનારા 14,185 ઝડપી 1.40 કરોડ દંડ વસૂલાયો
  • શહેરમાં 2 સપ્તાહમાં જાહેરનામાના ભંગના 3244 કેસ, 3416ની ધરપકડ

રવિવારે એક જ દિવસમાં રાજ્ય ભરમાં માસ્ક પહેર્યા વગર તેમજ જાહેરમાં થુંકતા 14,185 લોકોને પોલીસે પકડયા હતા. તેમની પાસેથી એક જ દિવસમાં 1 કરોડ 40 લાખ દંડ વસૂલ કરાયો હતો. રવિવારે અમદાવાદમાં પણ અત્યારસુધીનો રેકોર્ડ બ્રેક 3177 લોકો માસ્ક પહેર્યા વગર પકડાયા હતા. તેમની પાસેથી રૂ.31.77 લાખ દંડ વસૂલાયો હતો.

ડીજીપી આશિષ ભાટીયા એ જણાવ્યું કે રાજ્યમાં જાહેરનામા ભંગના 582 ગુના નોંધાયા હતા. જ્યારે માસ્ક પહેર્યા વગર ફરતા અને જાહેરમાં થૂંકનારા 12,702 લોકો પાસેથી રૂ.1.26 કરોડ દંડ વસૂલ કરાયો હતો. રવિવારે એક દિવસમાં રાજ્યમાં જાહેરનામા ભંગના 692 કેસ કરાયા હતા. જેમાં માસ્ક પહેર્યા વગર ફરતા અને જાહેરમાં થુંકનારા 14,185 લોકો પકડાયા હતા.

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતુ કે છેલ્લા 2 અઠવાડિયામાં અમદાવાદમાં જાહેરનામા ભંગના 3244 કેસ કરીને 3416 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે માસ્ક પહેર્યા વગર ફરતા અને જાહેરમાં થુંકતા 25,299 લોકો પાસેથી રૂ.2.52 કરોડ દંડ વસૂલ કરાયો હતો. જ્યારે પ્રતિદિન માસ્ક પહેર્યા વગર અમદાવાદમાં 1200 થી 1300 લોકો પકડાય છે. પરંતુ રવિવારે એક જ દિવસમાં માસ્ક પહેર્યા વગર અમદાવાદમાં ફરતા 3177 લોકોને પોલીસે પકડયા હતા અને તેમની પાસેથી રૂ. 31.77 લાખ દંડ વસૂલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો