તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂમાફિયાઓ સામે કાર્યવાહી:ગુજરાતમાં 317 ભૂમાફિયાઓને જેલમાં ધકેલી દેવાયા, 1384 વીઘા જમીન મુળ માલીકને પરત અપાઇ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા ( ફાઈલ ફોટો)
  • ભૂમાફિયાઓએ પચાવેલી જમીન પરત મેળવવા ૨ હજાર રૂપિયાના ટોકન ભાવે સ્થાનિક કક્ષાએ અરજી કરવી પડે છે

ગુજરાતમાં સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી શરુ કરી છે. સમગ્ર રાજ્યમાં ભૂમાફિયાઓ સામે 133 FIR કરવામાં આવી છે. જ્યારે 144 ચાર્જશીટ દાખલ કરીને 317 જેટલા ભૂમાફિયાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે. રાજ્યમાં 1384 વિઘા જેટલી જમીન તેમના મુળ માલિકોને પરત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો સંદર્ભની 57 અરજીઓ મળી છે.

લેન્ડ ગ્રેબિંગ કાયદાનો અમલ શરુ થઈ ગયો છે
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના ગરીબ ખેડૂતોને ભોળવીને ખોટા દસ્તાવેજો કરાવીને જમીન પચાવી ન પાડે તે માટે સરકાર લેન્ડ ગ્રેબિંગનો કાયદો લાવી છે અને તેનો અમલ પણ શરુ કરી દીધો છે. આ માટે 2 હજાર રૂપિયા ના ટોકન ભાવે સ્થાનિક જિલ્લા કક્ષાએ ઉચ્ચ્કક્ષાની સમિતિને અરજી કરવાની હોય છે તેમજ કલેકટર પણ સુઓ-મોટો કાર્યવાહી કરીને કામગીરી કરી શકે છે. જે માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષપણામાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક અને મ્યુનિસીપલ કમિશ્નરનો સમાવેશ કરતી ઉચ્ચ સમિતિની રચના કરી છે. જે 21 દિવસમાં અરજી અંગે નિર્ણય લઇને FIR કરવા સુચના આપે છે.

ગુંડાઓમાં પણ હવે ફફડાટ પેદા થયો છે
પ્રદિપસિંહે જણાવ્યું હતું કે અમારી સરકાર રાજ્યમાં કાયદો વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે કોઇ કચાશ રાખવા માંગતી નથી. આ માટે દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિથી કાયદાઓમાં સુધારા કરવામાં આવેલ છે. તેમજ ગુંડા નાબુદી ધારા જેવા કડક કાયદા પણ લાવવામાં આવ્યા છે. તેના પરિણામે ગુંડાઓમાં પણ હવે ફફડાટ પેદા થયો છે. રાજ્યમાં ઉત્તમ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના પરિણામે આજે સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં ૯૦ ટકા બેઠકો ભાજપના ફાળે આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો