મોરબી બ્રિજ પડવાની દુર્ઘટના:માતા પિતા ગુમાવનાર બાળકીને અમદાવાદની સ્કૂલોએ 3.13 લાખની સહાય કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી બ્રિજ પડવાની દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે.માત્ર મોરબી જ નહીં પરંતું અન્ય જિલ્લાઓમાંથી ફરવા આવેલા લોકો પણ દુર્ઘટના બની ત્યારે બ્રિજ પર હતા જેમના મોત થયા છે. અમદાવાદના પણ એક પરિવારમાં 4 વર્ષની બાળકીના માતા પિતાના મોત થયા છે જે બાળકીના અભ્યાસ માટે અમદાવાદની 74 સ્કૂલોએ 3.13 લાખ રૂપિયા સહાય આપી છે.

અમદાવાદની 74 સ્કૂલોએ 3.13 લાખ રૂપિયા સહાય આપી
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અમદાવાદની એક બાળકી કે જેના માતા પિતા મોરબી દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે તેના માટે સહાય માટે સ્કૂલોને અપીલ કરી હતી. તમામ ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોન સંચાલકોને પત્ર લખ્યો હતો જેમાંથી કેટલીક 74 સ્કૂલોએ અલગ અલગ રકમના અત્યાર સુધી બાળકી માટે 3,13,252 રૂપિયાના ચેક આપ્યા છે. આ ચેક દ્વારા બાળકીને અભ્યાસમાં સહાય મળશે.

સ્કૂલોના સંચાલકોને પત્ર લખીને સહાય કરવા અપીલ કરી
જોકે હજુ સુધી અનાથ બાળકી માટે નાણાકીય સહાયની જરૂર હોવાથી જિલ્લા શિક્ષણાધિકારીએ ફરીથી તમામ સ્કૂલોના સંચાલકોને પત્ર લખીને સહાય કરવા અપીલ કરી છે. કોઈ પણ સ્કૂલ પર દબાણ કરીને નહીં પરંતુ સ્વેચ્છાએ સહાય કરવા અપીલ કરી છે.જે સ્કૂલોએ સહાય માટે ચેક આપ્યા છે તે સ્કૂલોન નામ પણ જાહેર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...