AMCની કાર્યવાહી:312 ગરીબ આવાસમાં 60 ભાડુઆત રહે છે, શરતભંગ બદલ મકાનમાલિકોને નોટિસ અપાઈ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • જોધપુર અને વેજલપુરમાં આવેલાં મકાનો મ્યુનિ.એ લકી ડ્રોથી ફાળવ્યાં હતાં, માલિકોએ આવકનું સાધન બનાવ્યાં

શહેરમાં મ્યુનિ. દ્વારા ફાળવવામાં આવેલા ઇડબ્લુએસ, એલઆઇજી મકાનોમાં માત્ર કેટલાક દિવસોમાં જ અન્ય લોકોને વેચી દઇ અથવા તો ત્યાં ભાડુઆત રાખીને કમાણી કરતા લોકો સામે મ્યુનિ.એ લાલ આંખ કરી છે. આ તપાસમાં મ્યુનિ.ના દ.પશ્ચિમ ઝોનમાં 312 મકાનોમાં તપાસ કરતાં 60 જેટલા મકાનોમાં આ રીતે શરતોનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે.

આ 60 માલીકોને મ્યુનિ. દ્વારા નોટિસ આપવામાં આવી છે. શહેરના દ.પશ્ચિમ ઝોનમાં જોધપુર અને વેજલપુર વિસ્તારમાં આવેલા એલઆઇજી 11, 12 અને ઇડબલ્યુએસ -13માં ડ્રો દ્વારા ફાળવેલા અંદાજે 1000 જેટલા મકાનોમાં મ્યુનિ. તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં આવાસોમાં માલકીની ફાળવણી, પત્રક, અરજી ફોર્મ, દસ્તાવેજની શરતોનું ઉલંઘન કરીને ભાડે, ગીરો કે વેચાણ મકાન અપાયા હોવાની તપાસ હાથ ધરી છે. જેમાં એસ્ટેટ વિભાગ દ્વારા 312 આવાસોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 60 મિલકતોમાં આ રીતે શરતોનો ભંગ થયો હોવાનું જણાઇ આવ્યું હતું.

આ તમામને નોટિસ આપવામાં આવી છે. આગામી દિવસોમાં મ્યુનિ. દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. થોડા સમય અગાઉ પણ મ્યુનિ.એ ફાળવેલા મકાનોના લાભાર્થીઓએ આ મકાનો ભાડે આપી દીધા હોવાનું કે પાવર ઓફ એટર્નીથી વધુ રકમમાં વેચી દીધા હોવાનું પકડાયું હતું. શરત મુજબ અમુક સમય સુધી આ મકાન વેચી શકાતા નથી કે ભાડે આપી શકાતા નથી.

અન્ય સમાચારો પણ છે...