અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે 27 તેમજ 29 મેના રોજ આઈપીએલની મેચ યોજાવાની છે. મેચના પગલે ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે સ્ટેડિયમની આસપાસમાં જ 31 જેટલા પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થાને લઇ આજે સંયુક્ત પોલીસ કમિશનર(ટ્રાફિક) મયંકસિંહ ચાવડા દ્વારા પત્રકાર પરિષદને સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે દર્શકો માટે કરાયેલી પાર્કિંગની વ્યવસ્થાની જાણકારી આપી હતી.
31 પાર્કિંગ પ્લોટમાં 27000થી વધુ વાહનની જગ્યા
તેમણે જણાવ્યું હતું કે, મોદી સ્ટેડિયમ ખાતે આઇપીએલની મેચ યોજાવવાની હોવાને પગલે જે પણ લોકો મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવવાના છે તેમણે નિયત કરેલા પાર્કિંગ સ્થળ ઉપર પોતાના વાહન પાર્ક કરવાના રહેશે. કુલ 31 જેટલા પાર્કિંગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. ટુ-વ્હિલર માટે 8 પાર્કિગ પ્લોટ, ફોર વ્હિલર માટે 23 પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે. જેમાં 12000 ટુ-વ્હીલર અને 15000 ફોર વ્હિલર પાર્ક કરી શકાશે. મેચ જોવા આવનાર દરેક વ્યક્તિએ ફરજિયાત પણે પોતાનું વાહન Show my park એપ પર એડવાન્સમાં બુકિંગ કરાવીને આવવાનું રહેશે.
PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં
સંયુક્ત પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, 28મી અને 29 મેના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનેક કાર્યક્રમો હોવાથી અને આઈપીએલ મેચને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ટ્રાફિકની અવ્યવસ્થા ન સર્જાય તે માટે લોકોને પાર્કિંગ સ્થળોમાં જ વાહન પાર્ક કરવા માટે અપીલ કરવામાં આવે છે. વીવીઆઇ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
મેચને પગલે આ રસ્તાઓ બંધ રહેશે
શુક્રવારે અને રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની મેચ રમાવાની હોવાના પગલે શહેર પોલીસ કમિશનર દ્વારા વાહનોની અવર-જવર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. એવામાં 27 અને 29મી મેના રોજ બપોરે 3 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટથી કૃપા રેસિડેન્સી ટી થઈને મોટેરા ટી સુધીનો રસ્તો બંધ રહેશે. વાહન ચાલકો તેના બદલે તપોવન સર્કલથી વિસત ટી થઈને ઓ.એન.જી.સી ચાર રસ્તાથી જનપથ ટી થઈ, પાવર હાઉસ ચાર રસ્તા થઈને પ્રબોધરાવળ સર્કલ સુધીના રસ્તાથી અવર-જવર કરી શકશે. આવી જ રીતે કૃપા રેસિડેન્સી ટી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ-કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકશે. જોકે ક્રિકેટ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રહેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેટ, એમ્બ્યુલન્સ, તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશો માટે આ જાહેરનામું લાગું પડશે નહીં.
31 પાર્કિંગ પ્લોટની યાદી અને તેની પાર્કિંગ કેપેસિટીની માહિતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.