ટાઇઅપ:31 ઇન્ડસ્ટ્રીઝે રસી માટે ખાનગી હોસ્પિટલ સાથે ટાઇઅપ કર્યું

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગે હોસ્પિટલોને રસી આપવા માટે મંજૂરી આપી, કોવિશિલ્ડના રૂ.760

અમદાવાદ જિલ્લાની 31 ઇન્ડસ્ટ્રીઝે ખાનગી રસી માટે ખાનગી હોસ્પિટલ સાથે ટાઇપ કર્યું છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની હોસ્પિટલોને રસી આપવા માટે મંજૂરી પણ આપી છે. આ ખાનગી હોસ્પિટલો કંપનીમાં જઇને પ્રત્યેક કર્મચારીને રસી આપે છે.

ખાનગી હોસ્પિટલો એક ડોઝ માટે કોવિડસીલ્ડના રૂપિયા 760 અને કોવેક્સિનના 1440ની રકમ લઇ શકશે. આ સિવાય કોઇ પણ પ્રકારનો ચાર્જ લઇ શકશે નહીં. કંપનીના કર્મચારીઓને રસી આપવા માટેની હાલ કોઇ સમય મર્યાદા નક્કી કરાઇ નથી. જેથી હજી ઘણી ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ રસી વિના ફરી રહ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું કે, સરકાર દ્વારા મંજૂરી મળશે તો ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સર્વે કરીને કેટલાક કર્મચારીઓએ રસી લીધી તેનો આંકડો મેળવવામાં આવશે. ખાનગી હોસ્પિટલો રસી લેનાર કર્મચારીઓની યાદી આરોગ્ય વિભાગને મોકલી આપે છે.

જે મુજબ અત્યાર સુધીમાં 25 હજાર કર્મચારીઓએ રસી લઇ લીધી છે. વિભાગના જણાવ્યા મુજબ જિલ્લાની વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં આશરે 50થી 60 હજાર કર્મચારીઓ કામ કરે છે. જેમાંથી કેટલાકે જિલ્લાના પીએચસી સેન્ટરો પર રસી લઇ લીધી છે. હોસ્પિટલની વિગતો જોઇએ તો તેમાં ત્રીષા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ, શેલ્બી હોસ્પિટલ, એપોલો હોસ્પિટલ, ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ ગુમા, સાણંદ જનતા હોસ્પિટલનો સમાવેશ થાય છે. રસીકરણ માટે ખાનગી હોસ્પિટલને લીંક કરવામાં આવી છે. જેથી રસી લેવા માગતા કોઇપણ નાગરિક હોસ્પિટલે જઇને આરામથી રસી મેળવી શકશે. ખાનગી હોસ્પિટલો રસીના એક ડોઝની કિંમત વસુલશે. નાણાં ખર્ચી રસી લેવાની રહેશ.

અન્ય સમાચારો પણ છે...