કોરોના બેકાબૂ:કાંકરિયા, સાઉથ બોપલ, જોધપુર સહિતના વિસ્તારોમાં 8 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા, હવે 271 અમલી

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ આવતીકાલે 1 મે-થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 299 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે આજે કાંકરિયા, સરખેજ, સાઉથ બોપલ, જોધપુર, ઘાટલોડિયા, ગોતા અને ચાંદલોડિયાના વિવિધ વિસ્તારોમાં કુલ 8 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જ્યારે જ્યારે દાણીલીમડા, નારણપુરા, પાલડી, બોડકદેવ, ગોતા, ઘાટલોડિયા, ભાઈપુરા અને રામોલના 13 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે. હવે શહેરમાં 271 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (1 મે )થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેર અને જિલ્લામાં સતત નવમા દિવસે 5 હજારથી વધુ કેસ
અમદાવાદ શહેર ફરીવાર કોરોના હોટસ્પોટ બન્યું છે. શહેરમાં જેટગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે શહેર અને જિલ્લામાં સતત નવમા દિવસે 5 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 5,439 નવા કેસ સામે આવ્યા છે અને 2,968 દર્દી સાજા થયા છે. જ્યારે શહેરમાં 23ના મોત થયા છે.

29 એપ્રિલની સાંજથી 30 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 5391 અને જિલ્લામાં 48 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 2956 અને જિલ્લામાં 12 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 23ના મોત થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 166,207 થયો છે. જ્યારે 98,577 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 2,918 થયો છે.

અન્ય સમાચારો પણ છે...