તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિમોલેશન:નેહા ફ્લેટનું 30,988 ચો. ફૂટ ગેરકાયદે બાંધકામ દૂર કરાયું

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ-પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં સોનલ રોડ પર આવેલા નેહા ફ્લેટના 30,988 ચો. ફૂટના ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી શુક્રવારના રોજ પૂર્ણ થઇ હતી. આ કામગીરીમાં એસ્ટેટ વિભાગના સ્ટાફ ઉપરાંત દબાણની ગાડી, જેસીબી મશીન, આરસીસી બ્રેકર, ગેસ કટર અને ફાયર બ્રિગેડના સ્ટાફને સાથે રખાયો હતો.

સાબરમતીમાં ટીપી સ્કીમ નંબર 46 ખાતે ફાઇનલ પ્લોટ નંબર 217 માં (સેલ ફોર રેસિડેન્સિયલ)13,000 ચો.મી.ના પ્લોટમાં 22 જેટલાં ઝૂંપડાંનું દબાણ હતું, જે દૂર કરી દેવાયું છે. આ પ્લોટની બજાર કિંમત અંદાજે 65 કરોડ છે. આ ઉપરાંત એલ.ડી કોલેજ અને પાંજરાપોળ પાસે રોડ તેમજ ફૂટપાથ પરથી લારીઓનું અડચણરૂપ દબાણ પણ દૂર કરાયું હતું. આગામી દિવસોમાં ગેરકાયદે બાંધકામ, દબાણો, બોર્ડ તેમજ બેનરો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો