અમદાવાદમાં હાઉસિંગ, વોટર, બિલ્ડિંગ પ્રોજેક્ટ, ગાર્ડન વિભાગ તથા હેલ્થ વિભાગના 307 કરોડની કિંમતના વિવિધ કામોનું શનિવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.
અમિત શાહ શનિવારે ગોતા ખાતે જીડી પાર્ટી પ્લોટ નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજશે. આ કાર્યક્રમમાં નારણપુરા વિસ્તારમાં નવું વોટર ડિસ્ટ્રિબ્યુશન, ઘાટલોડિયા, થલતેજ, ગોતા તથા સોલા, હેબતપુર ખાતે 826 જેટલા ઇડબ્લુયએસ આવાસો, સરખેજમાં ગાર્ડન, થલતેજમાં બોપલ ઇકોલોજી પાર્ક, કોતરપુર વોટર વર્કસ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ થશે. સાથે ચાંદલોડિયા વોર્ડમાં ગજરાજ વોટર ડિસ્ટ્રિબ્યુશન, થલતેજમાં વિશ્રામનગર વોટર ડિસ્ટ્રિબ્યુશન, થલતેજ સિંધુભવન ખાતે પાર્ટી પ્લોટ તથા કોમ્યુનિટી હોલ, ગોતા વોર્ડ ઓફિસને વર્ટિકલ એક્સટેન્શન ગોતામાં અર્બન હેલ્થ સેન્ટર, શીલજ તળાવના ફરતે આરોગ્ય વન, તથા વિસત તરફ જતાં રસ્તા પર પાણીની ટ્રન્ક મેઇન લાઇનનું ખાતમુહૂર્ત થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.