તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTE પ્રવેશ પ્રક્રિયા:RTE હેઠળ 30475 ફોર્મ ભરાયા, 72 નિરીક્ષકો દ્વારા ફોર્મ ચકાસણી થશે, 8 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની રહેશે

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આવકનો દાખલો, જાતિનો દાખલો, રહેઠાણનો પૂરાવો, જન્મનો દાખલો સહિતના પૂરાવા તપાસાશે
  • રોજ 72 નિરીક્ષકોની ટીમ 4 હજારથી વધુના ફોર્મ ચકાસી યોગ્ય ફોર્મ હશે તેને જ માન્ય રાખશે
  • અમદાવાદમાં 12500 વિદ્યાર્થીઓને જ RTE હેઠળ એડમિશન આપવામાં આવશે

RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ છે જેમાં ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઇ છે. જે બાદ હવે DEO કચેરીના નિરીક્ષકો દ્વારા ફોર્મ ચકાસણી માટેની કામગીરી શરૂ કરવામાં આવશે. 13 જુલાઈ સુધી ફોર્મની ઓનલાઈન ચકાસણી કરવામાં આવશે.રોજ 72 નિરીક્ષકોની ટીમ 4 હજારથી વધુના ફોર્મ ચકાસશે જે બાદ ફોર્મ યોગ્ય હશે. તેને પ્રવેશ આપવામાં આવશે.

5 જુલાઈ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો
શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી RTE હેઠળની પ્રકિયા 50 ટકા પૂર્ણ થઇ છે. જ્યારે હવે 50 ટકા બાકી છે. બાકીની 50 ટકા પ્રક્રિયા DEO કચેરી દ્વારા કરવામાં આવશે. અમદાવાદમાં 30475 ફોર્મ ભરાયા હતા. આ ફોર્મ ભરવાની ગઈકાલે અંતિમ તારીખ હતી. જે આજે પૂર્ણ થતાં હવે આજથી ફોર્મ ચકાસણી કરવામાં આવી રહી છે. 72 નિરીક્ષકોની ટીમ દ્વારા ઓનલાઈન ભરવામાં આવેલા ફોર્મ ઓનલાઈન જ ચકાસવામાં આવી રહ્યા છે.

ફોર્મ ચકાસણીની મુદ્દત 3 દિવસ વધારાઈ
અગાઉ ફોર્મ ચકાસણી માટેની મુદ્દત 10 જુલાઈ સુધીની હતી. જે હવે વધારીને 13 જુલાઈ સુધી કરવામાં આવી છે એટલે કે મુદ્દતમાં 3 દિવસ વધારો કરવામાં આવ્યો છે. 72 નિરીક્ષકો દ્વારા ફોર્મની તમામ વિગત તપાસવામાં આવશે જેમાં આવકનો દાખલો, જાતિનો દાખલો, રહેઠાણનો પૂરાવો, જન્મનો દાખલો સહિતના પૂરાવા તપાસવામાં આવશે. તેમાં કી પૂરાવા નહીં અપલોડ કર્યા હોય અથવા અધૂરા પૂરાવા હશે તો તે ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે.