તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓઢવમાં ATMમાં ચોરી:વિરાટનગરની ગાયત્રી પાર્ક સોસાયટી નજીકના SBIના ATMમાંથી 30 હજારની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
બંને ચોરોએ ધીમે ધીમે કરીને 30 હજારની રકમ ચોરી નાસી ગયા હતા - Divya Bhaskar
બંને ચોરોએ ધીમે ધીમે કરીને 30 હજારની રકમ ચોરી નાસી ગયા હતા

શહેરમાં ATMમાં ચોરીના અનેક બનાવો સામે આવ્યા છે. અનેક બનાવો છતાં બેંક સંચાલકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. લોકોના લાખો રૂપિયા રામ ભરોસે જોવા મળે છે. અનેક બનાવો બાદ પણ બેંક સંચાલકો એટીએમમાં સિક્યોરિટી ગાર્ડ નથી રાખી રહ્યા. જેના કારણે ચોરીઓના બનાવ બને છે. શહેરના ઓઢવ વિસ્તારમાં એટીએમમાં ચોરીનો વધુ એક બનાવ બન્યો છે. સામાન્ય રીતે એટીએમમાંથી ચોરીના બનાવો રાત્રે બનતા હોય છે. પરંતુ આ બનાવ તો ધોળા દિવસે સવારે 10 વાગ્યાની આસપાસ બન્યો હતો. આ આખો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે.

એટીએમનું શટર તોડી રહેલો આરોપી
એટીએમનું શટર તોડી રહેલો આરોપી

વિરાટનગર વિસ્તારમાં આવેલી ગાયત્રી પાર્ક સોસાયટી નજીક એસબીઆઈ બેન્કના એટીએમને તસ્કરોએ ટાર્ગેટ કરીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. વિરાટનગરમાં સવાર સમયે તસ્કરો ચોરી કરવા માટે એટીએમમાં ઘૂસ્યા હતા. સૌ પહેલાં તસ્કરોએ બેન્કના એટીએમનું શટર તોડીને સાત હજારનું નુકસાન કર્યું હતું. ત્યારબાદ એટીએમ તોડીને ધીમે ધીમે 30 હજાર રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

બંને આરોપીઓએ લોકરમાંથી 30 હજાર ચોર્યા
બંને આરોપીઓએ લોકરમાંથી 30 હજાર ચોર્યા

બીજા દિવસે જ્યારે એટીએમ મશીનમાં કેશ લોડિંગ તથા ડાઉનકોલ કામ કરવા કર્મચારી આવ્યા ત્યારે એટીએમમાં ચોરી થયાની જાણ થઇ હતી. જેથી ટીએસઆઈ કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં સવારના દસ વાગ્યાની આસપાસ બે ગઠિયા એટીએમ સેન્ટરમાં ઘૂસીને એટીએમ મશીન તોડીને તેમાંથી ત્રીસ હજાર રૂપિયાની ચોરી કરીને ફરાર થઇ જતા નજરે પડ્યા હતા. મેનેજરે તાત્કાલિક પોલીસને જાણ કરીને બે તસ્કરો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ઓઢવ પોલીસે આ ઘટનાને પગલે ચોરીની ફરિયાદ દાખલ કરીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો