કોરોના ઈફેક્ટ:ગુજરાતમાં કોરોનાને લીધે 30 હજાર લગ્નો રદ થયાં

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનેક લગ્નો માત્ર પરિવારની હાજરીમાં બિલકુલ સાદગીથી થયા. - Divya Bhaskar
અનેક લગ્નો માત્ર પરિવારની હાજરીમાં બિલકુલ સાદગીથી થયા.
  • હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિએશનનો દાવો, લગ્નો ડિસેમ્બર, જાન્યુઆરી સુધી મોકૂફ ઘણા લોકોએ અત્યારે કોર્ટ મેરેજ કર્યા, બાદમાં રિસેપ્શન આપી દેવાનું નક્કી કર્યું

કોરોના મહામારીના પગલે રાજ્યમાં લગ્નની સિઝન ખોરવાઈ ગઈ છે. રાજ્યમાં એપ્રિલ-મે મહિના દરમ્યાન અંદાજે 30 હજારથી વધુ લગ્નો કેન્સલ થયા હતા. આ એવા લગ્નો હતા જેના માટે હૉલ બુક કરવામાં આવ્યા હતા. રાજ્યના હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિયેશને આ જાણકારી આપી હતી. એસોસિયેશનના પ્રવકત્તા અભિજીત દેશમુખે જણાવ્યું હતું કે કોરોના કટોકટીના લીધે મોટાભાગના લગ્નો રદ થયા છે કે હાલ પૂરતા મોકૂફ થયાં છે. તેમણે જણાવ્યું હતું કે લગ્નો માટે માર્ચ અને એપ્રિલ પીક સિઝન છે. આ બે મહિનામાં લગ્નો માટે સૌથી વધારે બુકિંગ્સ નોંધાયા હતા. 
અત્યારે કોર્ટમાં પરણીને બાદમાં ધામધૂમથી રિસેપ્શન યોજવાનો નિર્ણય
વેડિંગ પ્લાનર દેવાંગ શાહે જણાવ્યું હતું કે એવા ઘણા લગ્નો છે જે ધામધૂમથી મોટાપાયે કરવાના આયોજન થયાં હતા પણ કોરોના મહામારીના પગલે માત્ર 10 લોકોની હાજરીમાં લગ્ન આટોપી લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે 18 મે પછી છૂટછાટો આપવામાં આવી હતી પણ હોટેલ, પાર્ટી વેન્યૂને છૂટછાટનો લાભ મળ્યો ન હોવાથી લગ્નો આયોજીત કરી શકાયા નહોતા.  ઘણા લોકોએ ધામધૂમથી લગ્ન કરવાને બદલે કોર્ટ મેરેજ કરવાનું પસંદ કર્યું હતું. તેમણે અત્યારે કોર્ટમાં પરણીને બાદમાં ધામધૂમથી રિસેપ્શન યોજવાનો નિર્ણય લીધો છે. 
‘લગ્નમાં માસ્ક પહેરીને ફોટો પડાવવા કોને ગમે?’
વેડિંગ પ્લાનર શાહે ઉમેર્યું હતું કે મોટાભાગના લગ્નો હાલ મોકૂફ રાખીને ડિસેમ્બર કે જાન્યુઆરીમાં નક્કી થયાં છે.  જે લોકો રાહ જોઈ શકે એમ નહોતા તેમણે માત્ર પરિવારજનોની હાજરીમાં સાદાઈથી લગ્ન કરી લીધાં છે. ડેકોરેટર અને કેટરર અમલ ગાંધીએ કહ્યું હતું કે અમે ઘણા લોકોને માત્ર 50 સ્વજનોની હાજરીમાં લગ્ન આયોજીત કરવા જણાવ્યું હતું પણ બહુ ઓછો લોકો આ માટે તૈયાર થયા હતા. ગાંધીએ કહ્યું હતું કે લગ્નમાં ચહેરા પર માસ્ક પહેરીને ફોટો પડાવવા કોને ગમતા હોય? એટલું જ નહીં માત્ર 50 લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ મુશ્કેલ હોય છે. ઓછા લોકો હોવાથી આયોજન સરળ નથી રહેતું. આ જ કારણોસર મોટાભાગના લોકોએ લગ્ન મોકૂફ રાખ્યાં હતા. 

અન્ય સમાચારો પણ છે...