તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ફરી વકર્યો:બોડકદેવના આંબલી રોડની આખી વિક્રમનગર ઈસરો કોલોનીના 3000 હજાર લોકો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં કોરોનાની ગતિ હવે ધીમી પડવા લાગી છે. પરંતુ આજે ફરી કેસોમાં વધારો જોવા મળ્યો છે. શહેરમાં આજે 3 નવા વિસ્તારોના 803 ઘરના 3244 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યાં છે. તેમજ 16 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આમ હવે 119 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે. ત્રણ નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ભાઈપુરા, હાટકેશ્વર અને બોડકદેવમાં અમલમાં આવ્યા છે. તેમાં પણ બોડકદેવના આંબલી રોડ પરની વિક્રમનગર ઈસરો કોલોની આખી માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે. આ કોલોનીના 750 ઘરના 3 હજાર લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુક્યા છે.

જ્યારે લાંભા, બહેરામપુરા, દાણીલીમડા, વટવા, નવરંગપુરા, ચાંદખેડા, ખાડિયા, ગોતા, બોડકદેવ અને ચાંદલોડિયાના 16 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને મુક્ત કરવામાં આવ્યા છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (11 મે )થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેર અને જિલ્લામાં 3263 નવા કેસ અને 20ના મોત
અમદાવાદ શહેર અને જિલ્લામાં 3263 કેસ નોંધાયા છે. જે 9 મેના કેસ 2955 કરતા 310 કેસ વધુ છે. શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે રેકોર્ડબ્રેક 6776 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને 20 દર્દીના મોત થયા છે.

9 મેની સાંજ21થી 10 મેની સાંજ સુધીમાં શહેરમાં 3194 અને જિલ્લામાં 69 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 6711 અને જિલ્લામાં 65 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 19 અને જિલ્લામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 7 હજાર 138 થયો છે. જ્યારે 1 લાખ 49 હજાર 288 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3,128 થયો છે.

અન્ય સમાચારો પણ છે...