તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદની SVPમાં વિવાદ:300 વોર્ડ બોયની પગાર વધારાની માગણી સાથે હડતાળ, દર્દી ફરિયાદ કરે છે કહી પગાર કાપી લેવાતો હોવાનો આક્ષેપ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
એસવીપીમાં વર્ગ ચારના કર્મચારીઓએ પગાર વધારા માટે હડતાળ પાડી હતી. - Divya Bhaskar
એસવીપીમાં વર્ગ ચારના કર્મચારીઓએ પગાર વધારા માટે હડતાળ પાડી હતી.
  • દર્દી ફરિયાદ કરે છે કહી પગાર કાપી લેવાતો હોવાનો આક્ષેપ

એસવીપી હોસ્પિટલમાં શનિવારે સવારથી જ 300થી વધારે વોર્ડબોય પગાર વધારાની માગ સાથે હડતાલ પર ઉતરી ગયા હતા. આ વોર્ડ બોયની ફરિયાદ હતી કે, અનેક રજૂઆત છતાં 3 મહિનાથી તેઓ 15 હજારના પગારની માગ કરી રહ્યા છે પરંતુ કોઈ પ્રતિભાવ મળતો નથી. મોડી રાત્રે તંત્ર દ્વારા કર્મચારીઓ સાથે સમાધાન કરવામાં આવ્યું હતું. જે હેઠળ 1 હજાર રૂપિયા પગાર વધારો, 1 હજાર માસિક ઇન્સેન્ટિવ અને કોવિડ દરમિયાન રૂ.100 પ્રતિદિન એએમસી દ્વારા ચૂકવવાનો નિર્ણય કરાયો હતો.

એસવીપી હોસ્પિટલમાં કામ કરતાં 300થી વધારે વોર્ડબોય સહિતના વર્ગ-4ના કર્મચારીઓની ફરિયાદ હતી કે, એસવીપીમાં છેલ્લા લાંબા સમયથી તેઓ કોરોના દર્દીઓની સારસંભાળ તેમજ અન્ય કામગીરી કરે છે. વોર્ડમાં સામાન્ય રીતે 3 વોર્ડ બોય પુરૂષ- મહિલા સહિત હોવા જોઈએ. જોકે તેને સ્થાને બે વોર્ડ વચ્ચે 3 વોર્ડ બોય હોય છે.

અન્ય સમાચારો પણ છે...