તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુકરમાઇકોસિસ વકર્યો:અમદાવાદ સિવિલમાં મ્યુકરમાઇકોસિસની સારવાર માટે 300થી વધુ દર્દીઓ દાખલ, રોજના 40થી 50 કેસ સામે આવી રહ્યા છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
  • મ્યુકરમાઇકોસિસના કેસ વધતાં સિવિલમાં 1200 બેડની હોસ્પિટલમાં પાંચમો વોર્ડ શરૂ કરવાની તજવીજ હાથ ધરાઈ

મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સંખ્યા વધતાં સિવિલમાં ચાર વોર્ડ શરૂ કરાયા છે અને પાંચમો વોર્ડ 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં શરૂ કરવાની સાથે 24 કલાક કાર્યરત ઓપરેશન થિયેટર શરૂ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. જોકે હાલમાં સિવિલમાં મ્યુકરમાઇકોસિસની સારવારમાં જરૂરી એમ્ફોટેરિસિન ઇન્જેક્શનનો જથ્થો ખૂટી જતાં દર્દીનાં સગાંને બહારથી લાવવાની ફરજ પડાય છે. ગઈકાલની સ્થિતિએ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 30 કલાકમાં વધુ 60થી 70 જેટલા દર્દીઓ દાખલ કરાયા હતા. આમ હાલમાં 300થી વધુ લોકોને સિવિલમાં સારવાર માટે એડમિટ કરાયા છે.

સિવિલમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા વધી
અમદાવાદમાં કોરોનાની બીજી લહેરમાં મ્યુકરમાઈકોસિસના કેસના દર્દીઓ વધ્યા છે. એક બાજુ કોરોનાના દર્દીઓ ઘટી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોમાં મ્યુકરમાઈકોસિસની સમસ્યા જોવા મળી રહી છે. પરિણામે, સિવિલમાં 4 વોર્ડ આ શરૂ કરવા પડ્યા છે. હાલમાં સિવિલમાં 310 જેટલા દર્દીઓ મ્યુકરમાઈકોસિસની સારવાર માટે દાખલ છે. એવામાં દર્દીઓની સારવાર માટે જરૂરી એવાં ઈન્જેક્શનની પણ મોટી ડિમાન્ડ ઊભી થઈ છે.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

1200 બેડની હોસ્પિટલમાં 24 કલાક કાર્યરત ઓપરેશન થિયેટર કાર્યરત
નોંધનીય છે કે ગુરુવારે સિવિલમાં 221 દર્દી સારવાર હેઠળ હતા. 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં મ્યુકરમાઇકોસિસનાં કોઇ લક્ષણ દેખાય એવા દર્દી માટે 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં વધુ એક અલગ વોર્ડ શરૂ કરાશે તેમજ ફંગસ ઇન્ફેકશનને આગળ વધતું અટકાવવા માટે હોસ્પિટલમાં 24 કલાક ઓપરેશન થિયેટર કાર્યરત કરાયું છે.

દર્દીઓ વધતાં ઇન્જેક્શનની અછત વર્તાઈ
હોસ્પિટલ સત્તાવાળાના જણાવ્યા અનુસાર, મ્યુકરમાઇકોસિસના દર્દીની સંખ્યામાં ઉછાળો આવતાં એમ્ફોટેરિસિન ઇન્જેક્શનની તકલીફ પડી રહી છે, પણ જીએમએસસીએલ તરફથી અમને પૂરાં પડાય છે, જેથી દર્દીનાં સગાં પાસેથી ઇન્જેક્શન બહારથી મગાવાતાં નથી.

મ્યુકરમાઇકોસિસના દર્દીની ફાઈલ તસવીર.
મ્યુકરમાઇકોસિસના દર્દીની ફાઈલ તસવીર.

ડાયાબિટીસ હોય તો જોખમ વધી જાય છે
મજબૂત દાંત હોય તોપણ એકાએક હલવા લાગે, પેઢામાં પરૂ થાય, તાળવાનો રંગ બદલાય, ગાલ પર સોજો આવે, ગાલનો રંગ બદલાય, ઉપરનું જડબું, નાકનું હાડકું, આંખ નીચેનું હાડકું ખવાઈ જાય છે. દર્દીને ડાયાબિટીસ હોય, કોરોનામાં સ્ટિરોઈડની જરૂર પડી હોય, પાંચથી વધુ દિવસ ઓક્સિજન પર રહેવું પડ્યું હોય તેમને મ્યુકરમાઈકોસિસ થવાની શક્યતા રહેલી હોય છે.