તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી:કોરોનાની ત્રીજી લહેરના સામના માટે સિવિલમાં વધુ 300,ખાનગી હોસ્પિટલોમાં 6 હજાર બેડ વધારાશે

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિવિલમાં બાળકોની સારવાર માટે સોમવારથી સ્ટાફને ખાસ ટ્રેનિંગ અપાશે

કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને વધુ અસર થવાની શક્યતાને ધ્યાને રાખીને બાળકોની સાથે સાથે અને પુખ્તોને પણ સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોએ કમર કસી છે. સિવિલમાં સી-બ્લોકનો આખો ફ્લોર તૈયાર કરીને 300 બેડની સાથે સ્ટાફને ટ્રેનિંગ જ્યારે ખાનગી હોસ્પિટલોએ બેડની ક્ષમતા 6થી વધારીને 12 હજાર કરવાની સાથે ઓક્સિજનની લિક્વિડ ટેન્ક ઉભી કરવાની તૈયારી કરી છે.

સિવિલના પીડિયાટ્રિકના વડા ડો.બેલાબેન શાહ જણાવે છે કે, કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને સંક્રમણની શક્યતા વધુ હોવાની બાબતને ધ્યાને રાખીને અમે હોસ્પિટલમાં બેડ, આઇસીયુ, એનઆઇસીયુ, ઓક્સિજનથી લઇને ખાસ બાળકો માટે મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફને ટ્રેનિંગ અને વર્કશોપનું સોમવારથી આયોજન કર્યું છે.

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન(આહના)ના પ્રેસિડેન્ટ ડો.ભરત ગઢવી જણાવે છે કે, કોરોનાની બીજી લહેરમાં બેડ અને ઓક્સિજન ખૂટી જતાં તમામ હોસ્પિટલો ભરાઇ ગઇ હતી. જો કે, બાળકોની ઇમ્યુનિટી સારી હોવાથી બાળકોને સંક્રમણની શક્યતા ઓછી છે, જેથી અમે પુખ્ત દર્દીને ધ્યાને રાખીને કોરોનાની ત્રીજી લહેરમાં બેડની ક્ષમતા બમણી કરવાની સાથે હોસ્પિટલમાં લિક્વિડ ઓક્સિજન ટેન્કની વ્યવસ્થાની તૈયારી આદરી છે.

સિવિલમાં 200 પીડિયાટ્રિક બેડની વ્યવસ્થા કરાઈ
સિવિલમાં 200 પીડિયાટ્રિક બેડ, 25 આઇસીયુ બેડ છે અને 30 બેડ વધારી શકાશે. 60 બેડનું એનઆઇસીયુ અને દરેક વોર્ડમાં ઓક્સિજનની વ્યવસ્થા છે. બાળકો માટે 50 નવા વેન્ટિલેટર અને ઇનફ્યુઝન પંપની સરકાર પાસે માગણી કરી છે, આગામી અઠવાડિયાથી હોસ્પિટલના મેડિકલ ઓફિસરો અને નર્સિંગ સ્ટાફને બાળકોની સારવાર માટે ટ્રેનિંગ અપાશે.

લિક્વિડ ઓક્સિજન ટેન્કની યોજના
શહેરની ખાનગી હોસ્પિટલોમાં બેડની ક્ષમતા 6થી વધારીને 12 હજાર કરાશે તેમજ હોસ્પિટલમાં પોતાની લિક્વિડ ટેન્કની વ્યવસ્થાના પ્રયાસ હાથ ધર્યા છે. ઉપરાંત આઇસીયુ બેડ વધારવા, ઓક્સિજન ટેન્કની પરવાનગી સહિતની કામગીરી માટે હોસ્પિટલોના ડાયરેક્ટર સાથે વાટાઘાટો હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...