ખેડૂત આંદોલન:દિલ્હીમાં ચાલતા આંદોલનમાં ભાગ લેવા રાજ્યમાંથી 300 ખેડૂત ગયા, આજે 200 જશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 12 ખેડૂતની અટકાયત કર્યાનો આરોપ
  • રાજ્યના ખેડૂતો ઉદેપુર થઈને બસમાં દિલ્હી રવાના થયા હોવાનો કિસાન મોરચાનો દાવો

કેન્દ્ર સરકારે કૃષિ અને કૃષિ પેદાશને લગતા 3 બિલ રજૂ કરતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. આથી પંજાબ, હરિયાણા સહિતના રાજયના ખેડૂતો દિલ્હી ખાતે આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનમાં ભાગ લેવા સોમવારે રાજ્યના 300 ખેડૂતો દિલ્હી પહોંચી ગયા હોવાનું કિસાન મોરચાએ સત્તાવાર રીતે જણાવ્યું હતું. મોરચાના સૂત્રોના કહ્યા પ્રમાણે મંગળવારે ગુજરાતમાંથી બીજા 200 ખેડૂતો દિલ્હી જશે,પણ કયાંથી અને કેવી રીતે જશે તે ગુજરાત પોલીસની ભીંસને કારણે જાહેર કરશે નહીં.

ગુજરાતના ખેડૂતો રાજસ્થાનના ઉદેપુરમાં પોતાનીરીતે પહોચ્યાં પછી ત્યાંથી બસ ભાડે કરીને દિલ્હી પહોંચી રહ્યા છે. કોંગ્રેસ કિસાન મોરચાના પ્રમુખ પાલ આંબલિયાએ કહ્યું હતું કે, મારા સહિત 300 જેટલા ખેડૂતો ઉદેપુર થઇને દિલ્હી પહોંચી ગયા છીએ. અમે વાયા ઉદેપુર થઇને બસ અને કાર મારફત દિલ્હી પહોંચી રહ્યા છીએ. હજુ બુધવારે બીજા 200 ખેડૂતો ગુજરાતથી દિલ્હી આવવા રવાના થશે.

તેમણે કહ્યું હતું કે, 12 ખેડૂતોને પોલીસે અટકાયત અને નજર કેદ કર્યા છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, પોલીસ દમનથી ગુજરાતના ખેડૂતોને સરકાર ડરાવી રહીં છે,પણ આવનારી પેઢીને ઇસ્ટ ઇન્ડિયા કંપની જેવું રાજ ભોગવવું ન પડે એટલે અમે ગમે તે રીતે દિલ્હી પહોંચીને આંદોલનમાં જોડાશું.

ખેડૂતો છુપાઈને રાજસ્થાન પહોંચ્યા
ગુજરાતના ખેડૂતો દિલ્હી જાય તે પહેલાં જ તેમની અટકાયત ન થાય તે માટે સાવચેતી રાખે છે. ખેડતો રૂબરૂ મળીને પ્લાન નક્કી કરે છે અને પછી બે કે ત્રણ ત્રણની ટુકડીમાં ગુજરાતથી નીકળે છે. પોલીસથી બચવા માટે ખાનગી વાહનમાં ચહેરો ઓળખાય ન થાય તે રીતે નીકળે છે, જેથી તાલુકા, જિલ્લા સ્તરે જ અટકાયત ન થાય.

અન્ય સમાચારો પણ છે...