ઓરીના કેસ:શારદાબેન હોસ્પિટલમાં ચાર મહિનામાં ઓરીના 300 કેસ

અમદાવાદએક દિવસ પહેલા
  • કૉપી લિંક
અચાનક જ ઓરીના કેસમાં વધારો થતાં મ્યુનિ.એ ડોર ટુ ડોર સરવે શરૂ કર્યો છે. જેમણે ઓરીની રસી ના લીધી હોય તેમને રસી લેવા કહેવાય છે. - Divya Bhaskar
અચાનક જ ઓરીના કેસમાં વધારો થતાં મ્યુનિ.એ ડોર ટુ ડોર સરવે શરૂ કર્યો છે. જેમણે ઓરીની રસી ના લીધી હોય તેમને રસી લેવા કહેવાય છે.
  • આખા વર્ષમાં ઓરીના 270 કેસ હોવાનો મ્યુનિ.નો દાવો
  • ઓરીના ચેપ સાથે સોલા સિવિલમાં રોજ 1 બાળક દાખલ થાય છે

અમદાવાદમાં ઓરીના કેસ વધતાં આરોગ્ય વિભાગ દિલ્હીની ટીમ અમદાવાદ આવવાની હોવાથી કોર્પોરેશન દ્વારા ઓરીના કેસના સાચા આંકડા છૂપાવવા પ્રયાસ થઇ રહ્યાં તેમ લાગી રહ્યું છે. કારણ કે, કોર્પોરેશનના આંકડા મુજબ, અમદાવાદમાં નવેમ્બરમાં માત્ર 90 અને જાન્યુઆરીથી નવેમ્બર દરમિયાન ઓરીના માત્ર 270 કેસ નોંધાયા છે. પરંતુ, હકીકતમાં ફકત શારદાબહેન હોસ્પિટલમાં 4 મહિનામાં ઓરીના 313 કેસ નોંધાયા છે. શહેરની પબ્લિક-સરકારી અને ખાનગી હોસ્પિટલ મળીને અંદાજે 500થી વધુ ઓરીના કેસ નોંધાયા હોવાનો અંદાજ છે.

વર્ષ દરમિયાન ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં જોવા મળતા ઓરીના કેસ ઓગસ્ટ મહિનાથી જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને શહેરના બહેરામપુરા, દાણીલીમડા અને રખિયાલ જેવા વિસ્તારોમાં ઓરીના સૌથી વધુ કેસ નોંધાયા છે. કોર્પોપરેશનના હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીના જણાવ્યાં મુજબ, નવેમ્બરમાં ઓરીના 90 અને વર્ષ દરમિયાન શહેરમાં માત્ર 270 કેસ નોંધાયા છે. શારદાબહેન હોસ્પિટલમાં ચાર મહિનામાં સૌથી વધુ 313 કેસ નોંધાયા છે. બાળકોની હોસ્પિટલમાં છૂટાછવાયા 2થી 10 કેસ મળીને 200થી વધુ કેસ નોંધાયા હોવાનું ડોક્ટર્સ જણાવે છે.

ઓરીના ચેપના 8 બાળકે સિવિલમાં સારવાર લીધી

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોષી જણાવે છે કે, હોસ્પિટલમાં ચાલુ મહિના દરમિયાન ઓરીના 8 કેસ નોંધાયા છે. સોલા સિવિલના આરએમઓ ડો. પ્રદીપ પટેલ જણાવે છે કે, હોસ્પિટલમાં છેલ્લાં અઠવાડિયાથી ઓરીનો રોજનો એક કેસ નોંધાયો છે, હાલમાં હોસ્પિટલમાં 7 બાળકો સારવાર હેઠળ છે. તમામ બાળકોના સેમ્પલ તપાસ માટે મોકલી અપાયા છે.

હોસ્પિટલમાં નોંધાયેલા કેસ
ઓગસ્ટ25
સપ્ટેમ્બર69
ઓક્ટોબર108
24 નવેમ્બર111
એલજી
ઓકટોબર30
24 નવેમ્બર7
સિવિલ
24 નવેમ્બર સુધી8

અન્ય સમાચારો પણ છે...