રજૂઆત:સિરિયલ બ્લાસ્ટના 30 દોષિતોએ ફાંસી સજા પર સ્ટે માટે અરજી કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સરકારની અપીલ સાથે સુનાવણી કરવાનો હાઈકોર્ટનો આદેશ

સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના દોષિતોએ ફાંસીની સજા સ્ટે કરવા હાઇકોર્ટમાં અપીલ કરી છે. સરકારે તે અગાઉ સ્પેશિયલ કોર્ટે 38 દોષિતોને ફાંસીની સજા માટે ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાના અમલ પર સ્ટે આપવા 30 દોષિતો તરફથી રજૂઆત કરાઈ હતી. હાઇકોર્ટે સ્ટે આપવાનો ઇન્કાર કરીને સરકાર અને દોષિતોની અપીલ પર સાથે સુનાવણી કરવા આદેશ કર્યો છે.

દોષિતો તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, ટ્રાયલ કોર્ટે કલમ 164 હેઠળના નિવેદનો પાછા ખેંચવામાં આવ્યા હતા તેને પુરાવા તરીકે માન્ય રાખ્યા છે .જે પુરાવા અને નિવેદનોને આધારે ફાંસીની સજા ફરમાવી છે તેને આધાર બનાવી શકાય નહી. દોષિતો તરફે વકીલોએ કરેલી રજૂઆતોને ટ્રાયલ કોર્ટે ધ્યાને લીધા નથી. ફાંસીની સજા પર સ્ટેની માગણી કરતા હાઇકોર્ટે ઇન્કાર કરીને એવી ટકોર કરી હતી કે, સજા પર સ્ટેની માગણી માટે અલગથી અરજી કરવા નિર્દેશ કર્યો છે.

સ્પેશિયલ કોર્ટે 38ને ફાંસીની સજા કરી હતી
બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટે 49 દોષિતોને સજા ફટકારી હતી. જે પૈકી 38ને ફાંસીની અને 11ને આજીવન કેદની સજા ફટકારી હતી. યાસીન ભટકલ અને રિયાઝ ભટકલ મોડેથી પકડાયા હોવાથી તેમની સામે અલગથી ટ્રાયલ ચલાવવામાં આવશે. સરકાર તરફે કરાયેલી અપીલમાં ટ્રાયલ કોર્ટના ચુકાદા મુજબ સજા કન્ફર્મ કરવા અને આજીવન કેદની સજા પામેલાની ભૂમિકા મુજબ તેમને ફાંસીની સજા આપવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...