તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પગાર કાપ:કોન્ટ્રાક્ટ પર રાખેલા નિવૃત્ત કર્મીના પગારમાં 30% કાપ

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 જૂન પછી રખાયેલા કર્મીઓને લાગુ પડશે
  • સરકારના પરિપત્રના અનુસંધાને ઘટાડો કરાયો

નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર ફરીથી કામ પર રખાયેલા કર્મચારીઓના પગારમાં 30 ટકાનો ઘટાડો કરવાનો મ્યુનિ. દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છેકે, મ્યુનિ.માં વયનિવૃત્તિ બાદ પણ કેટલાક કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખવામાં આવે છે. આવા કર્મચારીઓને 1 જૂન 2020 બાદ કરાર આધારિત રખાયેલા કર્મચારીઓના પગારમાં 30 ટકાનો ઘટાડો કરાયો છે. રાજ્ય સરકારના પરિપત્રના અનુસંધાને આ ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારે નિર્ણય કર્યો હતો કે, કોરોનાને કારણે ધારાસભ્યો અને મંત્રીઓના પગારમાં પણ 30 ટકાનો ઘટાડો કર્યો છે. રાજ્ય સરકાર અને પંચાયત સેવાના કર્મચારીઓને 1લી જાન્યુ 2020 થી 31મી માર્ચ 2021 સુધી મોંધવારી ભથ્થું ન ચૂકવવાનો નિર્ણય લીધો છે. તે પ્રકારે વયનિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીના પગારમાં ઘટાડાનો નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...