અમદાવાદના આજના કન્ટેન્મેન્ટ ઝોન:​​​​​​​અમદાવાદ શહેરમાં ગઈકાલ કરતા કોરોના કેસમાં 30 ટકાનો ઘટાડો, 4 નવા મકાનો કન્ટેન્મેન્ટ ઝોન

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા 04 ઝોન ઉમેરાતા અમદાવાદમાં હાલ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા 40 પર પહોંચી
  • આજે અમદાવાદ શહેર અને જિલ્લાના મળીને કુલ 404 નવા કેસની સામે 45 દર્દી ડિસ્ચાર્જ

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, છેલ્લા 24 કલાકમાં શહેરમાં 396 નવા કેસ સામે 43 દર્દી ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે જિલ્લામાં 8 નવા કેસ આવ્યા છે અને 2 દર્દી ડિસ્ચાર્જ કરાયા છે. જોકે શહેર અને જિલ્લામાં એકપણ મોત નોંધાયું નથી. આજે ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી. કોરોના સંક્રમણને અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવે છે. જેના ભાગરૂપે ઝોનમાંથી આવેલ રીપોર્ટના અનુસંધાને કન્ટેનમેન્ટ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. હાલમાં અમદાવાદ શહેરમાં કુલ 40 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમાં છે. કોવિડ-19ના કેસોને ધ્યાનમાં લઈ આજ રોજ નવા 04 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

શહેરમાં 04 નવા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ઉમેરાયા
શહેરમાં આજે નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 32 ઘરોના 129 જેટલા લોકોને મૂકવામાં આવ્યા છે. જેમાં શાહીબાગમાં અરિહંત ટાવરમાં 04 ઘરોમાં 16 વ્યક્તિ, અમરાઈવાડીમાં કેશવબાગ એપાર્ટમેન્ટમાં 4 ઘરોમાં 15 વ્યક્તિ, બોડકદેવમાં શિવાલીક લેગસીમાં 12 ઘરોમાં 53 વ્યક્તિ, સોલા ભાગવતમાં સુદર્શન પ્રાઈમમાં 12 ઘરોમાં 45 વ્યક્તિને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકાયા છે.

અમદાવાદમાં કોરોનાના 404 નવા કેસ
છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં કોરોના સંક્રમણ વકર્યું છે અને આજે પણ રાજ્યના સૌથી વધુ નવા કેસ અમદાવાદ શહેરમાં નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 404 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 45 દર્દી સાજા થયા છે. શહેર કે જિલ્લામાં શૂન્ય મોત રહ્યું છે.

આજે ઓમિક્રોનના 0 નવા કેસ
શહેરમાં ઓમિક્રોનના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ આજે અમદાવાદમાં એકપણ ઓમિક્રોનનો કેસ નોંધાયો નથી. ગઈકાલે 6 પુરુષો અને 5 મહિલા સહિત 11 નવા ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં શહેરમાં 50 ઓમિક્રોનના કુલ કેસ સામે આવી ચૂક્યા છે, જેમાંથી 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે, જ્યારે બાકીના સારવાર હેઠળ છે.

1 નવેમ્બરથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 નવેમ્બર304
2 નવેમ્બર509
3 નવેમ્બર600
4 નવેમ્બર600
5 નવેમ્બર208
6 નવેમ્બર300
7 નવેમ્બર404
8 નવેમ્બર304
9 નવેમ્બર402
10 નવેમ્બર1600
11 નવેમ્બર1403
12 નવેમ્બર205
13 નવેમ્બર1006
14 નવેમ્બર1104
15 નવેમ્બર1502
16 નવેમ્બર2003
17 નવેમ્બર2804
18 નવેમ્બર903
19 નવેમ્બર1004
20 નવેમ્બર9016
21 નવેમ્બર4014
22 નવેમ્બર908
23 નવેમ્બર1706
24 નવેમ્બર13011
25 નવેમ્બર10015
26 નવેમ્બર9018
27 નવેમ્બર10029
28 નવેમ્બર509
29 નવેમ્બર5010
30 નવેમ્બર1008
1 ડિસેમ્બર1104
2 ડિસેમ્બર1508
3 ડિસેમ્બર15018
4 ડિસેમ્બર12013
5 ડિસેમ્બર17010
6 ડિસેમ્બર10010
7 ડિસેમ્બર26010
8 ડિસેમ્બર2504
9 ડિસેમ્બર1305
10 ડિસેમ્બર13010
11 ડિસેમ્બર11011
12 ડિસેમ્બર10016
13 ડિસેમ્બર19015
14 ડિસેમ્બર14013
15 ડિસેમ્બર8017
16 ડિસેમ્બર2009
17 ડિસેમ્બર8025
18 ડિસેમ્બર14023
19 ડિસેમ્બર18013
20 ડિસેમ્બર13017
21 ડિસેમ્બર33010
22 ડિસેમ્બર26010
23 ડિસેમ્બર43018
24 ડિસેમ્બર32119
25 ડિસેમ્બર6302
26 ડિસેમ્બર53020
27 ડિસેમ્બર10008
28 ડિસેમ્બર182015
29 ડિસેમ્બર278018
30 ડિસેમ્બર278013
31 ડિસેમ્બર317033
1 જાન્યુઆરી559028
2 જાન્યુઆરી404045
કુલ2,9321699
અન્ય સમાચારો પણ છે...