કોર્ષ ઘટાડાની માંગ:સ્કૂલમાં ધોરણ 6થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો અને ઓફલાઇન વર્ગ જ ચાલુ રાખવા સંચાલકોની માંગણી

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CBSE બોર્ડની જેમા ગુજરાત બોર્ડમાં પણ 30 ટકા કોર્ષ ઘટાડવામાં આવે: શાળા સંચાલક

સ્કૂલોમાં બીજુ સત્ર શરૂ થયું છે ત્યારે હવે ઓફલાઇન સ્કૂલો પણ શરૂ થઈ છે. પરંતુ ઓનલાઇન શિક્ષણમાં ઘણો અભ્યાસક્રમ બાકી રહી ગયો છે જેથી અભ્યાસક્રમમાં 30 ટકા કાપ મુકવામાં આવે તેવી સંચાલક મંડળે માંગણી કરી છે. ઉપરાંત ધોરણ 6થી 12ના વર્ગ સંપૂર્ણ ઓફલાઇન કરવા માંગણી કરી છે.

ઓનલાઈન અભ્યાસથી વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી
રાજ્ય શાળા સંચાલક મહામંડળે માંગણી કરી છે કે, જે પ્રમાણે CBSE બોર્ડમાં 30 ટકા કોર્ષ ઘટાડવામાં આવ્યો તે પ્રમાણે ગુજરાત બોર્ડમાં પણ 30 ટકા કોર્ષ ઘટાડવામાં આવે.ગુજરાત બોર્ડમાં ઓનલાઇન અભ્યાસ ચાલતો હતો. જેમાં હજુ અભ્યાસક્રમ બાકી છે અને એક સત્ર પૂરું થયું છે જેથી વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી ના પડે માટે 30 ટકા અભ્યાસક્રમ ઘટાડવો જોઈએ.

ધોરણ 6થી 12 ફરજિયાત ઓફલાઇન કરવા જોઈએ
ઉપરાંત સંચાલક મંડળે માંગણી કરી છે કે, અત્યારસુધી ધોરણ 6થી 12ના વર્ગ ઓનલાઇન અને ઓફલાઇન ચાલુ હતા. તેમાંથી હવે માત્ર ઓફલાઇન જ હવે ચાલુ રાખવા જોઈએ. કેસ ઘટ્યા છે અને નિયમિત બધું ચાલી રહ્યું છે તો ધોરણ 6થી 12ના વર્ગ પણ ઓફલાઇન ચાલુ રાખવા જોઈએ. ધોરણ 1થી 5ના વર્ગ ઓનલાઇન અને ઓફલાઇન ચાલે તો તે કરી શકાય પરંતુ ધોરણ 6થી 12 હવે ફરજિયાત ઓફલાઇન કરવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...