તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કાળો કહેર:અમદાવાદમાં વધુ 30 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, લાંભાની શ્રીજી પાર્ક સોસાયટીના 775 લોકો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોધપુરના 9, ત્રણ થલતેજ અને ત્રણ બોડકદેવના સહિત 23 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં લાંભા, મણિનગર, ગોતા, બોડકદેવ, ઘોડાસર, થલતેજ સહિતના વિસ્તારોમાં 30 નવા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે, જ્યારે જોધપુરના 9, ત્રણ થલતેજ અને ત્રણ બોડકદેવના સહિત 23 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા છે. આમ હાલ 266 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન અમલી બન્યાં છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (31 માર્ચ)થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

લાંભામાં સંક્રમણ બેકાબૂ
સૌથી વધુ લાંભાની શ્રીજી પાર્ક સોસાયટીના 125 ઘરના 775 લોકોને અને લાંભાના નરસિંહનગરના 100 ઘરના 250 લોકોને માઈક્રોકન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. બોડકદેવના સર્જન ટાવરના 36 ઘરના 140 લોકોને, ન્યૂ મણિનગરના 40 ઘરના 113 લોકોને, ઓઢવની સ્વીટી પાર્ક સોસાયટીના 35 ઘરના 145 લોકોને માઈક્રોકન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.

શહેરમાં સાડા ત્રણ મહિના બાદ ફરી 5 દર્દીના મોત
શહેર અને જિલ્લામાં સતત પાંચમાં દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 613 નવા કેસ અને 586 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં સાડા ત્રણ મહિના બાદ ફરી 5 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,353 પર પહોંચ્યો છે. આ પહેલા 16 ડિસેમ્બરે 5ના મોત થયા હતા.

29 માર્ચની સાંજથી 30 માર્ચની સાંજ સુધીમાં શહેરમાં 606 અને જિલ્લામાં 7 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 578 અને જિલ્લામાં 8 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 72,000 થયો છે. જ્યારે 67,510 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો