વિશેષ યોજના:નોકરીમાં આકસ્મિક મૃત્યુ થાય તો કોન્સ્ટેબલથી DG સુધીના અધિકારીના પરિવારને 30 લાખથી 1 કરોડ વધારાના મળશે

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: મિતેશ બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • અત્યાર સુધી હકના લેણાં પેટે 7 લાખથી મહત્તમ 20 લાખ મળતા હતા
  • પોલીસ કમિશનરે વિશેષ યોજના શરૂ કરાવી, સેલરી એકાઉન્ટ ખોલનારી બેન્ક ફ્રીમાં વીમો આપે છે

ચાલુ નોકરીએ આકસ્મિત મૃત્યુ પામનારા પોલીસકર્મી-અધિકારીના પરિવારને હવે પ્રોવિડંટ ફંડ, ગ્રેજ્યુઈટી અને જૂથ વીમા ઉપરાંત વધારાના રૂ.30 લાખથી 1 કરોડ રુપિયા મળશે. કેટલીક નેશનલાઈઝ્ડ બેન્કોએ પોલીસ વિભાગ માટે સ્પેશિયલ સેલરી એકાઉન્ટ ખોલવાનું શરૂ કર્યું છે. જેમાં પોલીસકર્મીને રૂ.30 લાખથી રુ. 1 કરોડ સુધીનો વીમો તદ્દન ફ્રી અપાઇ રહ્યો છે.

અત્યારસુધી કોન્સ્ટેબલથી માંડીને ડીવાયએસપી સુધીના પોલીસકર્મી-અધિકારી જો 10 વર્ષની નોકરી દરમિયાન મૃત્યુ પામે તો તેમના પરિવારને રૂ.7-8 લાખથી માંડીને 20 લાખ સુધી જ મળતા હતા, પરંતુ આ યોજના હેઠળ હવેથી વધારાના રૂ.30 લાખથી 1 કરોડ મળશે. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ડીસીપી મુકેશ પટેલની આગેવાનીમાં એક ટીમ બનાવી હતી, તેમણે જુદી જુદી બેંકના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. જેમાં બેંકો પોલીસના સેલરી એકાઉન્ટ પર ખાસ વીમા યોજનાનો લાભ આપવા સંમત થઇ હતી.

10 વર્ષની નોકરીઅગાઉ મળતી રકમ30 લાખની સ્કીમમાં હવે મળનારી રકમ

1 કરોડની સ્કીમમાં હવે મળનારી રકમ

કોન્સ્ટેબલ7થી 8 લાખ37થી 38 લાખ

1.07 કરોડથી 1.08 કરોડ

હેડ કોન્સ્ટેબલ8થી 9 લાખ38થી 39 લાખ

1.38 કરોડથી 1.09 કરોડ

એએસઆઈ9થી 10 લાખ39થી 40 લાખ

1.39 કરોડથી 1.40 કરોડ

પીએસઆઈ10થી 12 લાખ40થી 42 લાખ

1.40 કરોડથી 1.42 કરોડ

પીઆઈ12થી 15 લાખ42થી 45 લાખ

1.42 કરોડથી 1.45 કરોડ

ડીવાયએસપી15થી 20 લાખ45થી 50 લાખ

1.45 કરોડથી 1.50 કરોડ

આઈપીએસ30થી 40 લાખ60થી 70 લાખ

1.60 કરોડથી 1.70 કરોડ

12,254 પોલીસ કર્મચારીને યોજનામાં આવરી લેવાયા

આ યોજના અમલમાં આવી તે પહેલાં લગભગ 8 હજાર પોલીસકર્મી-અધિકારીના સેલરી એકાઉન્ટ જુદી જુદી બેંકમાં ચાલુ હતા. 4 હજાર પોલીસકર્મી એવા હતા કે જેમનો પગાર સેવિંગ ખાતામાં જમા થતો હતો. તે તમામ સેલરી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઇને 12,254 પોલીસ અધિકારી-કર્મચારીને આ યોજનામાં આવરી લેવાયા છે. > મુકેશ પટેલ, ડીસીપી ઝોન-4

14 પોલીસ પરિવારને સહાય ચૂકવાઈ પણ ગઈ
ગુજરાતના 14 પોલીસકર્મીના પરિવારને આ યોજના હેઠળ વધારાના રૂ. 30 લાખ મળી ચૂક્યા છે. જ્યારે 2 પોલીસકર્મીને 1-1 કરોડ ચૂકવવા માટે કાગળ પર કાર્યવાહી ચાલી રહી છે. જેથી ગુજરાતના તમામ પોલીસકર્મી-અધિકારીને જુદી જુદી નેશલનાઈઝ્ડ બેન્કમાં સેલરી એકાઉન્ટ ખોલાવીને આ વીમા યોજનાનો લાભ લેવા માટે ઉપરી અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

સૌથી વધુ 1 કરોડનો વીમો એક્સિસ બેન્ક આપે છે
તમામ નેશનલાઈઝ્ડ બેન્કો સેલેરી એકાઉન્ટ ખોલાવનારા પોલીસકર્મી-અધિકારીને ઈન્સ્યોરન્સનો લાભ આપે છે. પરંતુ તમામ બેન્કો આકસ્મિક મૃત્યુમાં રૂ.30 લાખનો વીમો આપી રહી છે. જ્યારે એક્સિસ બેન્ક આકસ્મિક મૃત્યુમાં રૂ.1 કરોડનો વીમો આપી રહી છે.

આતંકી હુમલામાં મૃત્યુ પામે તો 20 લાખ સહાય
એક્સિસ બેન્કમાં સેલરી એકાઉન્ટ ખોલાવનારા પોલીસકર્મીનું જો કોઈ આતંકવાદી હુમલામાં મૃત્યુ થાય તો પણ તેમના પરિવારને વીમાના રૂ. 20 લાખ મળશે. જ્યારે વિકલાંગતામાં અને એર એક્સિડેન્ટમાં રૂ. 1 કરોડનું વળતર મળશે.

અન્ય સમાચારો પણ છે...