ચૂંટણીનું આયોજન:ઔડાની મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીમાં ભાજપના 30 કોર્પોરેટરો બિનહરીફ થયા

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ તરફથી એક પણ કોર્પોરેટરે કમિટી પદ માટે દાવેદારી ન નોંધાવી
  • િવપક્ષની​​​​​​​ દાવેદારી કરનારી કોંગ્રેસને ચૂંટણી સુધી ખબર જ ન રહી

અમદાવાદ શહેર માટ ઔડા દ્વારા મેટ્રોપોલિટન પ્લાનિંગ માટે કમિટીની રચના કરવામાં આવી છે, પરંતુ વિપક્ષની દાવેદારી કરનાર કોંગ્રેસને ચૂંટણી થઇ ગઇ ત્યાં સુધી ખબર પણ ન પડી, એટલું જ નહીં પણ કોંગ્રેસના કોર્પોરેટરોની ઉદાસીનતાને કારણે આ કમિટીના 30 પદ માટે કોંગ્રેસ તરફથી એક પણ કોર્પોરેટરે દાવેદારી નોંધાવી નહોતી.

આ મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીમાં અમદાવાદ મ્યુનિ.માં ચૂંટાયેલા કાઉન્સીલર ઉમેદવારી નોંધાવી શકે છે. કમિટીના 30 સભ્યોની નિમણૂક ચૂંટણી દ્વારા કરવામાં આવે છે. ગત 30 ઓક્ટોબરના રોજ ઔડા દ્વારા કમિટીની રચના માટેની ચૂંટણી અંગેનું જાહેરનામું પણ બહાર પાડ્યું હતું, પરંતુ આ ચૂંટણી અંગે કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરને ખબર જ ન હતી અથવા તો ખબર હોવા છતાં પણ તેમાં રસ લેવામાં આવ્યો ન હતો. મ્યુનિ.ની ચૂંટણીને 10 મહિના થવા છતાં પણ કોંગ્રેસમાં એક વિરોધપક્ષના નેતાની પસંદ કરી શકાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...