લાલચ ભારે પડી:અમદાવાદમાં યુટ્યુબ પર ફેક ન્યુઝ પ્રસારિત કરી મહિને લાખ રૂપિયા કમાતા 3 યુટ્યુબ ચેનલ સંચાલકોની ધરપકડ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફેક ન્યૂઝ ફેલાવતા ચેનલ સંચાલકોની ધરપકડની તસવીર - Divya Bhaskar
ફેક ન્યૂઝ ફેલાવતા ચેનલ સંચાલકોની ધરપકડની તસવીર

21 સદીમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા મહત્વનો પાસું છે. જેનો ઉપયોગ પણ છે અને દુરુપયોગ પણ છે. સાયબર ક્રાઇમે એવા માસ્ટરમાઇન્ડોની ધરપકડ કરી છે. જે યુટ્યુબ ચેનલ ચાલુ કરી ફેક ન્યુઝ આપી લાખો રૂપિયા કમાતા હતા. ત્યારે આ યુ-ટ્યુબ ચેનલ ચલાવતા 3 સંચાલકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

સનસની ફેલાવે તેવા ફેક ન્યૂઝથી પૈસા કમાતા
સાયબર ક્રાઇમે સુરેશ પરમાર, જીગર ધામેલીયા, સુરેશ લુહાર નામના આરોપીને ધરપકડ કરી છે. પૈસા કમાવવાની લાયમાં આ ત્રણેય આરોપીએ અલગ અલગ યુટ્યુબ ચેનલ બનાવી ખોટા સનસનીખેજ અને આકર્ષક સમાચાર પોસ્ટ કરી યુટ્યુબમાં વ્યુ મેળવી પૈસા કમાતા હતા. આ ત્રણેય આરોપી છેલ્લા એક વર્ષથી ગુજતરાતની અલગ અલગ ઘટનાઓ અંગે સમાચાર બનાવી યુટ્યુબ પર મૂકી લાઈક અને વ્યુ મેળવતા હતા. જેના આધારે તેઓ પૈસા મેળવતા હતા. સાયબર ક્રાઇમના સર્વેલન્સ દરમિયાન ફેક ન્યુઝની યુટ્યુબ ચેનલ સામે આવતા સાયબર ક્રાઇમે કાર્યવાહી કરી છે.

3 ચેનલ સંચાલકો સામે ગુનો નોંધી ધરપકડ
આ ટ્યુબ ચેનલના મથાળા હેઠળ રથયાત્રામાં હુમલો થયો છે, દ્વારકા મંદિર તણાઈ ગયું, જેવા ખોટા અને સનસની ફેલાવતા સમાચાર પ્રસારિત કરતા હતા. આરોપી આવા ફેક અને સનસની ફેલાવે તેવા સમાચાર પ્રસારિત કરીને મહિને 1 લાખથી વધારે રૂપિયા કમાતા હતા. સાયબર ક્રાઇમે હવે આવા ભય ફેલાવતા સમાચાર પ્રસારિત કરતા અલગ અલગ 5 યુટ્યુબ ન્યુઝ ચેનલ JD ન્યુઝ, એજ્યુકેશન ટ્રેન્ડ, ગુજરાતી મીડિયા ન્યુઝ, ગુજરાત એક સાગર, યુવરાજ રબારી ફેન ક્લબ નામની યુટ્યુબ ચેનલના સંચાલકો સામે ગુનો નોંધી 3 ચેનલ સંચાલકોની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...